ગાંધીનગરઃ કોરોના મહામારીને લઇ દેશમાં સૌપ્રથમ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી સરકારે અનલોક જાહેર કર્યું હતું. જેમાં અનલોક 1,2 અને 3 બાદ સરકારે અનલોક-4ની ગાઇડલાઇન જાહેર કરી છે.
- તો, આવો જોઇએ અનલોક-4માં કેટલી છૂટછાટ મળી છે...
અનલૉક-4ની ગાઈડલાઈન્સ
- ઑનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રાખી શકાશે
- 21 સપ્ટેમ્બરથી રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ઑનલાઈન શિક્ષણ અથવા ટેલી કાઉન્સિલીંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- 21 સપ્ટેમ્બર, 2020થી કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિત પૂર્વમંજૂરી મેળવી શાળાએ જઈ શકશે.
- સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેઈનિંગ ઈન્સ્ટિયુટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય મંત્રાલયની SOP અનુસાર શરૂ કરી શકાશે.
- પીએચડી માટે ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ અને એક્સપરીમેન્ટ્લ્સ વર્ક્સ જરૂરી હોય તે અંગે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન દ્વારા ગૃહ મંત્રાલયનના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે
- સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા અન્ય કોન્ગ્રેગેશનમાં 21 સપ્ટેમ્બરથી 100 વ્યક્તિઓની મર્યાદામાં એકઠા કરવાની છૂટ, ફેસ કવર, સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝરની સુવિધા સાથે આપવામાં આવશે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ, જ્યારે અંતિમક્રિયામાં- અંતિમવિધીમાં 20 વ્યક્તિઓની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે.
- સિનેમા હોલ, સ્વિમીંગ પૂલ બંધ રહેશે.
- 21 સપ્ટેમ્બર, 2020થી ઓપન એર થિયેટર ખુલશે.
- પાર્ક્સ અને પબ્લિક ગાર્ડન ખુલશે.
- હોટલ અને રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- શોપિંગ મોલ SOP અનુસાર ખુલ્લા રહેશે.
- દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે
- તમામ ધાર્મિક સ્થળો- સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્લા રાખી શકાશે. કોઈ ફંક્શન કે વધુ લોકોને એકઠા નહીં કરી શકાય.
- લાઈબ્રેરી 60 ટકા કેપેસિટી સાથે ખુલ્લી રાખી શકાશે.
- GSRTC એસટી બસ શરૂ કરાશે.
- સિટી બસ સર્વીસ- અમદાવાદ અને સુરતમાં શરૂ કરી દેવાશે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં 50 ટકા કેપેસિટીથી બસ શરૂ રાખી શકાશે. અન્ય શહેરમાં 60 ટકા પ્રવાસીઓની કેપેસિટી રહેશે.
- ખાનગી બસ સર્વીસ અમદાવાદ અને સુરતમાં 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે શરૂ કરાશે, અન્ય શેહરોમાં 60 ટકા કેપેસિટી સાથે શરૂ કરાશે.
- ઓટો રિક્ષા ડ્રાઈવર સહિત બે પેસેન્જર સાથે શરૂ રખાશે.
- કેબ, ટેક્સી અને ખાનગી વાહનોમાં ડ્રાઈવર, બે વ્યક્તિ અને જો બેઠક વ્યવસ્થા 6 સીટરની હોય તો ડ્રાઈવર સહિત 3 વ્યક્તિને મંજૂરી.
- ટુ વ્હીલરમાં એક + એક વ્યક્તિ.
- ખાનગી ઓફિસને સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે મંજૂરી, પરંતુ વર્ક ફ્રોમ હોમને પ્રથમ પસંદગી.