ગાંધીનગર ગુજરાત રાજ્યના કર્મચારી દ્વારા રાજ્ય સરકારની અનેક વખતથી ઝાટકણી કરવામાં આવતી હતી. રાજ્ય સરકાર વિરુદ્ધ આંદોલન (Gujarat Employees Agitation against Government) પણ છેડ્યા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસે (PM Modi Birthday) કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારની પાંચ મંત્રીઓની આંદોલન કમિટી (Five Ministers Agitation Committee) દ્વારા કર્મચારી મહામંડળના આગેવાનો સાથે બેઠક કરી હતી.
14 જેટલી માંગનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. વર્ષ 2005 બાદ ગુજરાત સરકારમાં નીમાયેલા તમામ કમચારીઓ મહામંડળના (Gujarat Government Employed Employees Mahamandal) અને સરકારના નિર્ણયથી નારાજ હોવાથી આજે તેઓએ જુના સચિવાલય ખાતે જ રેલી (Rally held for OPS at Old secretariat) યોજીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
એક જ માંગ જૂની પેન્શન યોજના રાજ્ય સરકારના નિર્ણય બાદ ગત મોડી રાત્રે જ કર્મચારીઓ મહામંડળની ઓફિસ ખાતે એકતા થયા હતા. માસ સીએલ રાખવાની જાહેરાત યથાવત રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય એ છે કે કર્મચારી મહામંડળના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં યોજાય તેવી જાહેરાત કરી હતી, પરંતુ વર્ષ 2005 બાદના કર્મચારીઓને કોઈપણ પ્રકારનો ફાયદો ન થતા તેઓને આક્ષેપ સાથે જણાવ્યું હતું. અમારી એક જ માંગ (Gujarat Employees Demand against Government ) છે કે, અમારી જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવે. જ્યારે આજે પણ કર્મચારીઓ ઓફિસ આવ્યા હતા, પરંતુ ઓફિસમાં તેઓ પ્રવેશ્યા ન હતા. ગાંધીનગરની જુની સચિવાલય ખાતે મહારેલી કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત કર્મચારી મહામંડળના આગેવાનોના વિરોધમાં પણ સૂત્રોચાર કર્યા હતા.
સરકાર લેશે એક્શન બંધારણ પ્રમાણે કર્મચારી મહામંડળ દ્વારા માસ સીએલનો કાર્યક્રમને સ્થગિત (Mass CL program Postponed) કર્યો હતો .તેમ છતાં પણ રાજ્યમાં અનેક સરકારી કર્મચારીઓમાં સીએલ પર છે, ત્યારે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો દ્વારા તમામ વિભાગમાંથી કેટલા કર્મચારીઓમાં સીએલ પર છે. તે બાબતની વિગતો મંગાવવામાં આવી છે. આવતા અઠવાડિયામાં આ તમામ કર્મચારીઓ વિરુદ્ધ એક દિવસનો પગાર કટ અથવા તો ખાતાકીય એક્શન લેવાનું વિચારણા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
પ્રથમ વખત આટલા નિર્ણય થયા હતા કર્મચારી મહામંડળના પ્રમુખ (Employees Union President) ગીતાબાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી જે પ્રશ્નો પડતર હતા. તે તમામ પ્રશ્નો પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યું છે. આજ સુધીમાં આટલા બધા એક સાથે પ્રશ્નનો નિરાકરણ આવ્યું નથી. જ્યારે કર્મચારીઓ જુની પેન્શન યોજના અને માંગ કરી રહ્યા છે. તે વિરોધ તેમનો યોગ્ય છે, પરંતુ અમે પણ અમારા હથિયાર મૂક્યા નથી. અમે આવનારા દિવસોમાં પણ આની માંગ કરીશું. જ્યારે જુના કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થઈ ગયા છે. અરે મહામંડળમાં સત્તા પર હતા તેવા જ જૂના કર્મચારીઓ નવા કર્મચારીઓને કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ ગીતાબા ચૌહાણ લગાવ્યો હતો.