- ગત 24 કલાકમાં કોરોનાના 1,175 નવા કેસ નોંધાયા
- 24 કલાકમાં 1,347 દર્દી થયા ડિસ્ચાર્જ
- મૃત્યુઆંક 11નો રહ્યો
ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1,175 કેસ આવ્યા છે, તો હાલ રાજ્યમાં કુલ 13,298 કેસ એક્ટિવ છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,27,683 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં રિકવરી રેટ 92.33 ટકા
રવિવારે ગત 24 કલાકમાં 1,347 દર્દીઓ પોઝિટિવમાંથી નેગેટિવ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 2,10,214 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ ગઈકાલે જે 92.21 ટકા હતો, તે આજે રવિવારે 92.33 ટકા થયો છે.
આજે 55,989 કોરોના ટેસ્ટ થયા
રાજ્યમાં આજે રવિવારે 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 86,69,576 ટેસ્ટ કરાયા છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજની તારીખે કુલ 5,39,377 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,39,377 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે અને બાકીના 137 વ્યક્તિઓને ફૅસિલિટી ક્વોરેન્ટાઈન કરાયા છે. આ સાથે જ રવિવારે હોસ્પિટલમાં 65 દર્દી વેન્ટિલેટર પર છે અને 13,298 દર્દી સ્ટેબલ છે.
કોરોનાથી અમદાવાદમાં 8ના મોત
રાજ્યમાં ગત 24 કલાકમાં મૃત્યુઆંક 11 રહ્યો છે. શનિવારે 12ના મોત હતા, જ્યારે રવિવારે અમદાવાદમાં 8ના મોત અને સુરતમાં 3ના કોરોનાના કારણે મોત થયું છે. અમદાવાદમાં આજે રવિવારે કોરોનાના નવા 247 કેસ આવ્યા છે. આ સાથે જ સુરતમાં 172, વડોદરામાં 152, રાજકોટમાં 129, મહેસાણામાં 51 અને ગાંધીનગરમાં 35 નવા કેસ આવ્યા છે.