ETV Bharat / city

Gujarat Corona Update: કોરોનાના 25 પોઝિટીવ કેસ નોંધાયા, એકપણ મૃત્યુ નહિં - ગુજરાત કોરોના સમાચાર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી મુજબ 13 ઓગસ્ટના રોજ રાજ્યના 4 કોર્પોરેશન અમદાવાદ, સુરત અને બરોડા તથા 6 જિલ્લા સુરત, અમદાવાદ, ગીર સોમનાથ, જામનગર ગ્રામ્યના વિસ્તારોમાં કોરોનાના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. જ્યારે બાકીના તમામ જિલ્લાઓ સહિત રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ શહેરમાં 13 ઓગસ્ટે 04 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 05 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Aug 14, 2021, 8:57 PM IST

  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • 18 દર્દીઓએ કોરોનાને માત આપી
  • અમદાવાદમાં 04, બરોડા 04 સુરત 01 અને રાજકોટમાં 04 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે 13 ઓગસ્ટના રોજ રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 18 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

13 ઓગસ્ટના રોજ 6,18,515 લોકોને વેક્સિન અપાઈ

જ્યારે રાજ્યમાં આજે 13 ઓગસ્ટના રોજ 6,18,515 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વેક્સિનના ડોઝ લેનારાની સંખ્યા 3,98,06,924 થઈ છે. વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 3,89,686 નાગરિકને પ્રથમ ડોઝ અને 27,569 નાગરિકોને બિજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજયમાં આજ સુધીમાં 3.98 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસ 200થી નીચે

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 185 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 07 વેન્ટિલેટર પર અને 178 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,077 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,903 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.