- રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
- 27 દર્દીઓએ કોરોનાને માત આપી
- અમદાવાદમાં 06, બરોડા 05 સુરત 03 અને રાજકોટમાં 00 કેસ
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનામાં પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે 13 ઓગસ્ટના રોજ રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં 23 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 27 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ, એકપણ મૃત્યુ નહિં
13 ઓગસ્ટના રોજ 5,97,758 લોકોને વેક્સિન અપાઈ
જ્યારે રાજ્યમાં આજે 13 ઓગસ્ટના રોજ 5,97,757 વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વેક્સિનના ડોઝ લેનારાની સંખ્યા 3,91,88,409 થઈ છે. વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 3,81,507 નાગરિકને પ્રથમ ડોઝ અને 22,233 નાગરિકોને બિજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજયમાં આજ સુધીમાં 3.85 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં એક્ટિવ કેસ 200થી નીચે
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 178 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 07 વેન્ટિલેટર પર અને 171 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,077 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,885 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.