- 29 દર્દીઓએ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહિં
- અમદાવાદમાં 05, બરોડા 03, સુરત 02 અને રાજકોટમાં 00 કેસ
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મેં અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે, જ્યારે 30 જુલાઈના રોજ રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાકની અંદર 21 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 29 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત, રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: 27 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં
30 જુલાઈના રોજ 3,43,742 લોકોએ લીધી વેક્સિન
રાજ્યમાં 30 જુલાઈના રોજ 3,43,742 વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વેક્સિનના ડોઝ લેનારા લોકોની સંખ્યા 3,29,58,203 થઈ છે. વેક્સિનેશન માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 1,90,462 નાગરિકને પ્રથમ ડોઝ અને 27,515 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 30થી પણ ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં
રાજ્યમાં એક્ટિવ કેસ 300થી નીચે
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 260 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 255 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,514 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને ગુજરાતનો રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.