ETV Bharat / city

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 298 પોઝિટિવ કેસ, 5 દર્દીના થયા મૃત્યુ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 298 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 935 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jun 16, 2021, 9:57 PM IST

  • બુધવારે રાજ્યમાં 935 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5 દર્દીના મોત નિપજ્યા
  • અમદાવાદમાં 46, વડોદરામાં 25, સુરતમાં 47 અને રાજકોટમાં 19 કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 298 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 935 દર્દીઓએ કોરોના ને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update

ફક્ત 4 જિલ્લામાં કોરોનાથી મૃત્યુ નોંધાયા, કુલ મૃત્યુ 10,012

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી કોરોના અપડેટમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 4 જ જિલ્લામાં કોરોનાથી દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 5 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય એક પણ જિલ્લામાં મૃત્યુ નોંધાયા નથી. જેથી રાજ્યમાં કોરોનાનો મૃત્યુઆંક 10,012 પહોંચ્યો છે.

બુધવારે 2,18,062 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેકસીનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે બુધવારે 2,18,062 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,10,39,716 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,60,577 વ્યક્તિને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 18 વર્ષથી વધુના 2364 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 8242 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 209 વેન્ટિલેટર પર અને 8033 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,012 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.78 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.