- રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો
- આજે રાજ્યમાં 490 કેસો નોંધાયા
- રાજ્યમાં માત્ર 6ના મૃત્યું નિપજ્યાં
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ (Gujarat Corona Cases) માં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 490 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 1,278 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ્ય થયા છે અને 6 લોકોના કોરોનાને કારણે મૃત્યું થયા છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: કાબુમાં Corona, રાજ્યના 8 માંથી 6 મહાનગરોમાં Covid Deaths Zero
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 100થી ઓછા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે શુક્રવારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 62 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 181 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે બરોડા 44 સુરત 74 અને રાજકોટમાં 22 કેસ નોંધાયા છે.
આજે 2,94,583 વ્યક્તિનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. આજે શુક્રવારે 2,98,583 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 2,00,30,392 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષ થી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 2,09,171 વ્યક્તિ ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે, 18 વર્ષથી વધુના 11,053 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ, 11 દર્દીના થયા મૃત્યુ
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 10,863 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 272 વેન્ટિલેટર પર અને 10,519 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9991 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,99,012 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.46 ટકા સુધી પહોંચ્યો છે.