- છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ નોંધાયા
- 1505 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 11 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહીના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે બુધવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 544 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જ્યારે આજે ગુરૂવારે વધુ 1505 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 11 જેટલા દર્દીના કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે ગુરૂવારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 86 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 250 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 61, સુરતમાં 60 અને રાજકોટમાં 16 કેસ નોંધાયા છે.
આજે 2,68,495 વ્યક્તિનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે બુધવારે 2,68,495 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,94,49,350 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,78,322 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 12,711 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 316 વેન્ટિલેટર પર અને 12,395 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 9976 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 97.23 ટકા સુધી પહોંચ્યો છે.