- રાજ્યમાં Corona પર કંન્ટ્રોલ
- 24 કલાકમાં 695 Positive Case નોંઘાયા
- 2,122 દર્દીઓ Coronaને માત આપી
- 24 કલાકમાં 11 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 108, બરોડા 99, સુરત 79 અને રાજકોટમાં 32 કેસ
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસ(Corona Case)માં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહિના બાદ હવે જૂન મહિના પણ સતત પોઝિટિવ કેસ(Positive Case)માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં સોમવારે રાજ્યમાં 1,000થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 695 કોરોનાના પોઝિટિવ કેસ(Corona Positive Case) નોંધાયા છે. આ સાથે જ આજે સોમવારે 2,122 દર્દીઓએ કોરોના(Corona)ને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 11 દર્દીઓએ કોરોના(Corona)ને કારણે જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: 778 પોઝિટિવ કેસ નોંધાયા, 11 દર્દીના મોત
અમદાવાદમાં Corona Case ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના(Corona)ની યાદી મુજબ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 108 કોરોના પોઝિટિવ કેસ(Corona Positive Case) નોંધાયા છે, જ્યારે 234 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોના(Corona)ને માત આપી છે, જ્યારે બરોડા 99, સુરત 79 અને રાજકોટમાં 32 કેસ નોંધાયા છે.
2,58,797 વ્યક્તિનું Vaccination
રાજ્યમાં Corona સામે લડવા Vaccination ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે મંગળવારે 2,58,797 વ્યક્તિનું Vaccination કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,89,14,643 વ્યક્તિને Vaccine આપવામાં આવી છે, જ્યારે આજે 18 વર્ષ થી વધુની ઉંમરના વ્યક્તિઓને તમામ જિલ્લામાં કુલ 1,83,016 વ્યક્તિનું Vaccination કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: 24 કલાકની અંદર 848 Coronaના કેસો નોંધાયા, 2.26 લાખથી વધુને વેક્સિન અપાઈ
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 14,724 એક્ટિવ કેસ(Active Case) છે. જેમાં 351 વેન્ટિલેટર પર અને 14,373 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 9,955 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,93,028 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે જ ગુજરાતમાં રિકવરી રેટ 96.98 ટકા સુધી પહોંચ્યો છે.