- રાજ્યમાં કોરોના કહેર યથાવત
- રાજ્યમાં ગત 24 કલાકમાં 1,380 પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ 14 દર્દીના મોત
ગાંધીનગર: દિવાળીના તહેવારો દરમિયાન જાહેર જનતાએ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઇન્સના ધજાગરા ઉડાવ્યા હતા. જેને લઇને રાજ્યમાં સંક્રમણ હવે બેકાબુ બન્યું છે. દિવાળી બાદ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે સોમવારે 300થી નીચા કેસ એટલે કે 289 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સોમવારે 1,380 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 81 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
અમદાવાદમાં 289 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાઇરસના આંકડામા ઘટાડો નોંધાઇ રહ્યો હતો, પરંતુ દિવાળીના તહેવાર બાદ અચાનક કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં દિવાળી બાદ રોજના ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા હતા, પરંતુ આજે સોમવારે 15 દિવસ બાદ અમદાવાદ શહેરમાં 289 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં 9 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
રિકવરી રેટ 91.56 ટકા
અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 2,20,168 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, તેની સામે કોરોના રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જેના કારણે અત્યારે રાજ્યમાં 91.56 ટકા કોરોના રિકવરી રેટ થયો છે. આ સાથે જ ગત 24 કલાકમાં 1,568 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ડિસ્ચાર્જ થયેલા લોકોના કારણે રાજ્યમાં કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,01,580 થઇ છે.
24 કલાકમાં કોરોનાને કારણે નોંધાયેલા મોત
ક્રમ | શહેર | મોત |
1 | અમદાવાદ | 9 |
2 | સુરત | 3 |
3 | અમરેલી | 1 |
4 | રાજકોટ | 1 |
રાજ્યમાં 5.42 લાખ લોકો ક્વોરેન્ટાઈન, સંખ્યા વધારો થયો
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડ-19ના કેસની યાદી પ્રમાણે 7 ડિસેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં 5,42,025 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જ્યારે 5,41,887 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
1059.51 પ્રતિ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન-પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. સોમવારે રાજ્યમાં કુલ 68,868 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1058.51 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થઇ રહ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 83,10,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે.