- અત્યાર સુધીમાં 8.58 કરોડથી વધુને લોકોને અપાઈ વેક્સિન
- આજે રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું
- રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 555 છે
ગાંધીનગર: ઓમિક્રોનના(Omicron cases) કારણે વિશ્વભરમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવતા તમામ લોકોના RT-PCR ટેસ્ટ કર્યા બાદ તેમના રિપોર્ટ લેબમાં મોકલવમાં આવી રહ્યાં છે, જેમાંથી 200થી વધુના રિપોર્ટ આવવવાના હજી પણ બાકી છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં હજી પણ કોરોનાનાં કેસો વધે તેવી શક્યતાઓ રહેલી છે. તેમાં પણ હવે રાજ્યમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા(Number of Omicron cases) પણ ધીમી ગતિએ વધી રહી છે. રાજ્યમાં અત્યારે 4 જેટલા કેસો ઓમિક્રોનના નોંધાયા છે. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ખાસ કરીને છેલ્લા એક અઠવાડીયાથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસોની વિગત
આજે 14 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14, સુરતમાં 04, જામનગર માં 06, વડોદરામાં 14 કેસો અને ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો હતો.
3,09,845 નાગરિકોને વેક્સિન આપવામાં આવી
ડિસેમ્બર મહિનામાં કોરોનાના કેસોમાં સતત ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. નવા વેરીએન્ટ આવતાની સાથે વેક્સિન પ્રક્રિયા પણ વેગવંતી બની છે. લોકોને ઘરે જઇ તેમજ જાહેર માર્ગો પર પણ વેક્સિન આપવામાં આવી રહી છે. આજે 24 કલાકમાં 3,09,845 લોકોને વેક્સિન આપવામાં આવી હતી, અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,58,66,424 લોકોને વેક્સિન આપવામાં આવી છે. આજે 18થી 45 વયના 31,000થી વધુને પ્રથમ ડોઝ વેક્સિનનો આપવામાં આવ્યો છે, જ્યારે બીજો ડોઝ 18થી 45 વયના 1.97 લાખથી વધુને અપાયો છે.
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 555 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 04 દર્દીઓ વેન્ટિલેટર પર અને 551 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,100 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,591 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.71 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો : Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 70 કેસોથી ફફડાટ પેઠો, જિલ્લા કોર્પોરેશન વિસ્તારમાં કેસો વધ્યા
આ પણ વાંચો : Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના 58 કેસો નોંધાયા, 70 હજારથી વધુ લોકોનું થયું ટેસ્ટિંગ