ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટ : 485 પોઝિટિવ કેસ સાથે 2ના મોત, 709 ડિસ્ચાર્જ - corona update

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 485 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2ના મોત નિપજ્યા છે. રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.98 ટકા થયો છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Jan 19, 2021, 10:52 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 485 પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરોનાને કારણે 2 લોકોના મોત
  • છેલ્લા 24 કલાકમાં 709 દર્દીઓ આપવામાં આવી રજા

ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો. દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 485 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2ના મોત નિપજ્યા છે. જે અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં એક મોત નોંધાયુ છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો

રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 95.98 ટકા થયો છે. જ્યારે મંગળવારના રોજ રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતું નથી, પણ રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,46,516 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

કેટલા લોકો છે ક્વોરેન્ટાઇન

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,67,612 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,67,483 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 129 વ્યકતિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 5967 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5967 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 52 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 5915 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4369 મૃત્યુ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 99, સુરત 84, વડોદરામાં 72 અને રાજકોટમાં 51 જેટલા પોઝિટિવ કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.