ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી સર્જી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. ત્યારે 24 કલાકમાં 1320 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઇરસે શુક્રવારના રોજ સારવાર લઈ રહેલા 14 કોરોના દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 1,01,695 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી શુક્રવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, શુક્રવારે 1218 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- ગુજરાત કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 1,01,695
- કુલ સક્રિય કેસ - 16,219
- વેન્ટિલેટર પર હોય તેવા દર્દી - 92
- કુલ ડિસ્ચાર્જ - 82,398
- કુલ મોત - 3078
- રિકવરી રેટ - 81.02 ટકા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 181, અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 152, વડોદરા કોર્પોરેશન 89, સુરત 90, રાજકોટ કોર્પોરેશન 105, જામનગર કોર્પોરેશન 99, રાજકોટ 57, વડોદરા 36, ભાવનગર કોર્પોરેશન 40, વડોદરા 36, પાટણ 30, પંચમહાલ 29, અમરેલી 26, મહેસાણા 26, કચ્છ 25, મોરબી 25, બનાસકાંઠા 24, ગાંધીનગર કોર્પોરેશન 20, નર્મદા 20, અમદાવાદ 19, ભરૂચ 19, ગાંધીનગર 16, જૂનાગઢ કોર્પોરેશન 16, ગીર સોમનાથ 15, સાબરકાંઠા 14, સુરેન્દ્રનગર 14, ભાવનગર 13, જૂનાગઢ 13, નવસારી 13, તાપી 13, આણંદ 12, દાહોદ 12, જામનગર 12, દેવભૂમિ દ્વારકા 10, ખેડા 7, મહીસાગર 7, બોટાદ 6, છોટા ઉદેપુર 6, વલસાડ 6 અને અરવલ્લીમાં 3 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કુલ 92 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3078 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 32,184 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ 5 મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરતમાં શુક્રવારે મહાનગરપાલિકા વિસ્તારમાં 181 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 90 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 271 સામે આવ્યાં છે.