ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting) આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુદ્દાની વાત કરીએ તો, રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ (Rainfall situation in Gujarat), બચાવ કામગીરીની સમીક્ષા, મૂંગા પશુઓના ઘાસચારા, કોરોના કેસ બાબતે ખાસ સમીક્ષા (Corona Cases in Gujarat) અને ચર્ચા કરવામાં આવશે.
કોરોના વધતાં કેસ બાબતે સમીક્ષા - રાજ્યમાં જે રીતે પોતાના કેસમાં (Corona Cases in Gujarat) સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોય કે વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી હોય. તમામ લોકો કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કેસ 400થી વધુ આવી રહ્યા છે. તો હેવ કેસને કઈ રીતે ઘટાડવા તે બાબતની સમીક્ષા પણ કરવામાં આવશે.
કોરોનાના કેસ કઈ રીતે ઘટાડવા તે અંગે થશે ચર્ચા - ઉલ્લેખનીય છે કે, વધતા જતા કેસ (Corona Cases in Gujarat) વચ્ચે હોસ્પિટલમાં દાખલ થવું ખૂબ જ ઓછી સંખ્યામાં સામે આવી રહ્યું છે. ત્યારે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે. તે સંક્રમણને ઓછું કઈ રીતે કરવું. તે બાબતનું પણ આરોગ્ય વિભાગ સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે.
પશુઓના ઘાસચારા બાબતે ચર્ચા - રાજ્યમાં 12 જૂન પછી ચોમાસાની સત્તાવાર જાહેરાત થાય છે. ત્યારે ઉનાળાની સિઝનમાં પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારાની અછત સર્જાઈ નથી, પરંતુ જે રીતે હવે ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પશુઓને ઘાસચારો સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે. તે બાબતે પણ ખાસ આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે અનેક ઘાસચારા ભીના થઈ જાય છે અને સળી જવાની પણ ઘટના સામે આવી જ આવે છે. ત્યારે આ તમામ બાબતે સમીક્ષા અને વિચારણા કરવામાં આવશે
આ પણ વાંચો-PM મોદીને વળાવવા માટે CMએ જોવી પડી રાહ, શું હતું કારણ, જૂઓ
બજેટના મહત્વના પ્રોજેક્ટ બાબતે આયોજન - આ કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) રાજ્યમાં મહત્ત્વના પ્રોજેક્ટો કે, જે સીધા રાજ્યની જનતાને અસર કરતા હોય. આવા પ્રોજેક્ટો બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા બજેટ સત્રમાં રાજ્ય સરકારે અનેક એવી યોજનાઓની જાહેરાત કરી છે. ત્યારે ચૂંટણીમાં લાભ લેવા રાજ્ય સરકાર દ્વારા આવા પ્રોજેક્ટ તો તાત્કાલિક ધોરણે શરૂ કરવાની નિર્ણય પણ કેબિનેટ બેઠકમાં લઈ શકે છે.
આ પણ વાંચો- Jagannath Rathyatra 2022 : CM પટેલે પ્રથમ વાર પહિંદ વિધિ કરી કચ્છી માડુંને વધાવ્યા
અગાઉ સરકારે યોજનાઓને આપી હતી મંજૂરી - અગાઉ રાજ્ય સરકારે 700 જેટલી યોજનાઓને મંજૂરી આપી દીધી છે. ત્યારે વધુમાં વધુ યોજનાઓને મંજૂરી કઈ રીતે આપવામાં આવે અને વહેલી તકે લોકો સમક્ષ પહોંચે તે રીતનું પણ આયોજન આ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
વંદે ગુજરાતની સમીક્ષા - રાજ્ય સરકારે દ્વારા 20 વર્ષ વિકાસના સૂત્રો સાથે રાજ્યના તમામ જિલ્લાઓ તાલુકા કક્ષા, ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષાએ રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની અને જાહેરાત કરવાની એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત કયા જિલ્લામાં કયા અધિકારીઓ અને કઈ યોજનાનું વધારે પ્રમાણમાં જાહેરાત કરવી યોગ્ય છે. તે બાબતની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિનાઓની જ વાર છે. ત્યારે રાજ્ય દ્વારા આવા અનેક કાર્યક્રમો કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરશે.