ETV Bharat / city

Gujarat Cabinet Meeting 2021: વાઈબ્રન્ટ સમિટ, બોર્ડની પરીક્ષા અને પેપર લીક મામલા પર થઈ ચર્ચાઓ - Vibrant Summit, Board Exams, Paper Leak Matters Discussed

ગાંધીનગરમાં બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting 2021) યોજાઈ હતી, જેમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022નું પ્રેઝન્ટેશન, ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Vibrant Summit, Board Exams, Paper Leak Matters Discussed) સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ (State Government Spokesperson Jitu Vaghani) માહિતી આપી હતી.

Gujarat Cabinet Meeting 2021: વાઈબ્રન્ટ સમિટ, બોર્ડની પરીક્ષા, પેપર લીક મામલે થઈ ચર્ચા

author img

By

Published : Dec 23, 2021, 10:05 AM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Gujarat Cabinet Meeting 2021) આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણી (State Government Spokesperson Jitu Vaghani)એ આ અંગે જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting 2021) ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit 2022)નું પ્રેઝન્ટેશન, ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ (GSSSB Head Clerk Paper Leak 2021), ધોરણ-10 અને 12ના બોર્ડની પરીક્ષા (Board exams), નદી ઉત્સવ અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના જન્મદિન નિમિત્તે સપ્તાહ ઉજવણીનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યું છે.

હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં કોઈને છોડવામાં નહીં આવે

આ પણ વાંચો- VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

રાજ્યના પ્રવક્તા પ્રધાન કેબિનેટ બેઠકમાં ચર્ચા થયા પ્રમાણે જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ (GSSSB Head Clerk Paper Leak 2021) બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના (CM Bhupendra Patel on Paper Leak Case) આપી છે કે, પેપર કાંડમાં કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વિચાર ધરાવતો વ્યક્તિ હોય તેને છોડવામાં આવશે નહીં. જ્યારે અસિત વોરા બાબતે જિતુ વાઘાણીએ કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરી નહતી. આમ, અત્યારે ગૃહ વિભાગ દ્વારા સતત તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થશે ત્યારે મીડિયા સમક્ષ પણ તપાસને રજૂ કરવામાં આવશે.

અટલ બિહારી વાજપાયીની જન્મ જયંતિની ઉજવણી

25 ડિસેમ્બરે દેશના વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મદિન નિમિત્તે જન્મ જયંતીની ઉજવણી (Celebration of Atal Bihari Vajpayee's birth anniversary in Gujarat) કરવામાં આવશે, જે 7 દિવસ સમગ્ર સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવશે. 25 ડિસેમ્બરે ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ ખાતે રાજય કક્ષાનો કાર્યક્રમ યોજાશે, જેમાં તમામ જિલ્લાથી અલગ અલગ પ્રધાનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની અનેક પોલિસીઓમાં થોડો ઘણો જ ફેરફાર કરવામાં આવશે. સાથે જ અનેક મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. જ્યારે આ સાપ્તાહિક ઉજવણીમાં 4,681 જેટલા ખાતમુહૂર્ત કરવામાં આવશે અને 222 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અનેક કામોનું લોકાર્પણ કરવામાં આવશે.

સરકાર કરશે નદી મહોત્સવ

રાજ્યના પ્રધાન જિતુ વાઘાણીએ કેબિનેટ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર 26 ડિસેમ્બરે નદી મહોત્સવ (Celebration of river festival in Gujarat) કરશે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરતની તાપી નદી કિનારે ઉપસ્થિત રહેશે. આ નદી ઉત્સવ ગુજરાતની સાબરમતી નદી, તાપી નદી અને નર્મદા નદી ખાતે ઉજવવામાં આવશે, જેમાં સાફ નદીની સાફસફાઈ નદીની પૂજા અર્ચના અને ત્યારબાદ નદીની આરતી પણ ઉતારવામાં આવશે. નદી મહોત્સવ અમદાવાદ, સુરત અને ભરૂચ ખાતે યોજવામાં આવશે.

બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ

શિક્ષણ પ્રધાન અને ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી હતી કે કોરોના કારણે રાજ્યમાં વિદ્યાર્થીઓના અનેક દિવસો અભ્યાસમાં બગડ્યા છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 થી 15 દિવસ પાછો ઠેલવા નો નિર્ણય કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને પરીક્ષા નો પૂરતો સમય પ્રાપ્ત થઈ શકે તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે આમ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા હવે માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાના શરૂઆતમાં યોજાય (Board exams likely to be held in April) તેવી શક્યતા છે જે બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક જ સમયમાં સત્તાવાર નવી તારીખની જાહેરાત પણ કરવામાં આવશે.

આ પણ વાંચો- Gujarat Cabinet Meeting : માછીમારો માટે રાહત રકમ વધારી, રસ્તાઓ માટે રૂા.1494.21 કરોડના કામો મંજૂર

80 થી 90 ટકા ગ્રામ પંચાયત ભાજપની વિચારધારાને વરેલી

રાજ્યની 10,000થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. 21 ડિસેમ્બરે અનેક ગ્રામ પંચાયતોની પરિણામ જાહેર થયું છે. જ્યારે હજી સુધી અમુક ગ્રામ પંચાયતોમાં મતગણતરી યથાવત્ છે. ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજની કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting 2021) ગામડું જીવંત અને ધબકતું રહે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે અને ભવિષ્યની યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જ્યારે 80થી 90 ટકા સરપંચ ભાજપની નીતિઓ અને વિચારધારાને વરેલા છે. જ્યારે ગુજરાત રાજ્યના તમામ ગ્રામિણ વિસ્તારના મતદારો પણ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.