ETV Bharat / city

ચૂંટણી વોર રૂમમાં 8 વિધાનસભા પર ચાંપતી નજર, લાઈવ વેબકાસ્ટિંગથી સતત મોનિટરિંગ - ગાંધીનગરનાસમાચાર

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી આજે મતદાન છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. 8 બેઠકોની પેટાચૂંટણીમાં સીસીટીવીના માધ્યમથી લાઈવ વેબ કાસ્ટિંગ પર ચૂંટણી પંચ સતત નજર રાખી રહ્યું છે.

Live web casting
Live web casting
author img

By

Published : Nov 3, 2020, 2:43 PM IST

ગાંધીનગર ચૂંટણી પાંચની ઓપિસમાં તૈયાર કરવામાં આવ્યો વોર રૂમ

8 વિધાનસભાની બેઠક પર ચૂંટણી પંચની ચાંપતી નજર

સીસીટીવીના માધ્યમથી થઈ રહ્યું છે લાઈવ વેબકાસ્ટિંગ

ગાંધીનગર: રાજ્યની 8 ખાલી પડેલ વિધાનસભા બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. સવારના ૧૦ કલાક સુધીમાં કુલ સરેરાશ 11.52 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીનગર ચૂંટણી પંચ દ્વારા વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આઠ વિધાનસભાની બેઠક પર સીસીટીવીના માધ્યમથી લાઇવ વેબ કાસ્ટિંગ પર ચૂંટણી પંચ સતત નજર રાખી રહ્યું છે.

ચૂંટણી વોર રૂમમાં 8 વિધાનસભા પર ચાંપતી નજર
900 કેમેરાથી થઈ રહ્યું છે લાઈવ વેબકાસ્ટિંગરાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે આઠ વિધાનસભાની બેઠક પર 900 કેમેરાથી લાઈવ વેબ્કાસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ વેબ કાસ્ટિંગ જે તે જિલ્લા કલેક્ટરો રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણીપંચમાં લાઈવ થઈ રહ્યું છે. મતદાનની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં લઇને ખાસ વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.ગેરરીતિ અટકાવવા માટે સચોટ સીસીટીવી વેબકાસ્ટિંગમતદાન મથક પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને જરૂર હોય તેટલા જ મતદારો મતદાન મથકની અંદર આવે તેનું પણ લાઇવ વેબ કાસ્ટિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. કોરોનાના કારણે ગણતરીના લોકોને જ મતદાન માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે તે અંગેની પણ વોચ ચૂંટણી પંચ દ્વારા રાખવામાં આવી રહી છે. મતદાન પૂર્ણ થાય અને ઇવીએમ સીલ થાય ત્યાં સુધી સીસીટીવી અને વેબકાસ્ટિંગ પર ચૂંટણી પંચની નજરરાજ્ય ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સવારના સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલુ થશે. મતદારો સાંજના છ વાગ્યા સુધી મતદાન કરી શકશે પરંતુ સાંજે 6 વાગ્યા પહેલા લાઈનમાં ઉભા હશે તેઓ પણ મતદાન કરી શકશે. જ્યારે મતદાન પૂર્ણ થાય અને ઇવીએમ મશીન સીલ થાય ત્યાં સુધી ચૂંટણી પંચ દ્વારા લાઈવ વેબકાસ્ટ પર સતત નજર રાખવામા આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.