ETV Bharat / city

Gujarat Budget Session 2022: રાજ્યના ક્રાઇમ રેટમાં 106 ટકાનો વધારો, વીરજી ઠુમ્મરે ભાજપને ઘેર્યું - ભારતીય વિદ્યાર્થીઓ બચાવ કામગીરી

વિરોધ પક્ષના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે વિધાનસભાના બજેટ સત્ર (Gujarat Budget Session 2022)ના પહેલા દિવસે કહ્યું કે સરકાર યુક્રેનમાં ફસાયેલા 20 હજાર લોકોને પણ લાવી શકતી નથી. યુક્રેનથી ફક્ત 700 લોકો છે જે દેશમાં પરત ફર્યા છે સરકાર તેમાં પણ રાજનીતિ કરે છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ક્રાઇમમાં 106 ટકાનો વધારો થયો છે.

Gujarat Budget Session 2022: રાજ્યના ક્રાઇમ રેટમાં 106 ટકાનો થયો છે વધારો, વીરજી ઠુમ્મરના ભાજપ પર પ્રહાર

author img

By

Published : Mar 2, 2022, 6:35 PM IST

ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Gujarat Budget Session 2022)શરૂ થયું છે. બજેટ સત્ર (Gujarat Budget 2022)ના પ્રથમ દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ગૃહમાં સંબોધન કર્યું હતું. કોંગ્રેસે શરૂઆતથી જ વિરોધ કર્યો હતો. રાજ્યપાલે સંબોધન 5 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. વિરોધ પક્ષના ધારાસભ્ય અને પ્રવક્તા (Opposition MLA and spokesperson Gujarat) વીરજી ઠુમ્મરે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, વિધાનસભામાં રાજ્યપાલનું પ્રવચન (Gujarat Assembly Governor's Speech) એ સરકારની નીતિનું પ્રતિબિંબ છે. રાજ્યપાલે આપેલું પ્રવચન વાંચવાની ફરજ પડી હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપ સરકાર ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે - વીરજી ઠુમ્મર

સરકાર યુક્રેનમાંથી 20 હજાર લોકોને પણ લાવી શકતી નથી

વીરજી ઠુમ્મરે વધુમાં આક્ષેપ કર્યા હતા કે, ભાજપ સરકાર ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. ગુજરાતના સપૂત એવા મહાત્મા ગાંધીએ તે સમયે 85 હજાર પાઉન્ડ અને સરદાર પટેલે 65 હજાર પાઉન્ડની પોતાની વકીલાત છોડીને ભારતને આઝાદીની ચળવળમાં લાગીને આઝાદી અપાવી હતી. આજે આ સરકાર યુક્રેનમાંથી 20 હજાર લોકોને (indian students rescue operation) પણ લાવી શકતી ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat Budget 2022: જનકલ્યાણવાળું બજેટ, નાણાંપ્રધાને બજેટમાં ખૂબ મહેનત કરી : રાજેન્દ્ર ત્રિવેદી

700 લોકો પરત આવ્યા પણ ભાજપ તેમાં પણ રાજનીતિ કરી રહી છે

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે યુક્રેનથી ફક્ત 700 લોકો છે જે દેશમાં પરત (Indian Students In Ukraine) ફર્યા છે. નાગરિકો દેશમાં આવ્યા ત્યારે કેન્દ્ર સરકારના પ્રધાનો એરપોર્ટ ઉપર તેમને આવકારવા માટે ઊભા થઈ ગયા. ત્યારબાદ જે રાજ્યમાં જાય તે રાજ્યના ભાજપના અગ્રણી અથવા તો ભાજપના રાજ્યના પ્રધાનો અને ત્યારબાદ જે શહેરમાં જાય તે શહેરના પ્રમુખો, જિલ્લા અગ્રણીઓ અને અંતે યુવાનો ઘરે જાય ત્યારે તે જ પ્રમુખ દ્વારા તેમને આવકારવામાં આવી રહ્યા છે.

ગુજરાતના ક્રાઇમ રેટમાં 106 ટકાનો વધારો થયો

વીરજી ઠુમ્મરે કહ્યું કે, આ સરકારને બસ આવકારવાના નામે દેખાડો જ કરવો છે. હજુ પણ અનેક લોકો ત્યાં ફસાયેલા છે તે બાબતે જરા પણ શરમ અનુભવતા ન હોવાનો આક્ષેપ પણ વીરજી ઠુમ્મરે કર્યો હતો. ઠુમ્મરે વધુમાં સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં વિકાસ થયો છે, પરંતુ ગુજરાતના ક્રાઇમ રેટમાં 106 ટકાનો વધારો થયો છે. રાજ્યના ગૃહપ્રધાન તેમના ગૃહપ્રધાન બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat Budget Session 2022 : પ્રથમ દિવસે કોંગ્રેસનો વિરોધ : કોંગ્રેસના સભ્યોએ ગોવિંદ પટેલને પાઠવી શુભેચ્છા..!

કોંગ્રેસનું લક્ષ્ય સત્તા નથી

તો દ્વારકા મુકામે રાહુલ ગાંધીએ બેન-દિકરીઓ, ખેડૂતો અને યુવાનોની ચિંતા કરી છે. રાજ્યમાં 28 વર્ષથી આ રીતે શાસન ચાલી રહ્યું છે. તેમ છતાં પણ 70 વર્ષ સુધી કોંગ્રેસે કશું કર્યું નથી તેમ જ કહ્યા કરે છે. જ્યારે કોંગ્રેસે જ આ વિધાનસભા ઊભી કરી છે. કોંગ્રેસનું લક્ષ્ય સત્તા નહીં પરંતુ ગુજરાતનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.