ETV Bharat / city

Gujarat Assembly elections 2022: ગાંધીનગરમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવની યોજાઇ બેઠક - Bhupendrasinh Yadav in charge of Gujarat

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 5 જૂનના રોજ યોજાયા બાદ, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ(Bhupendrasinh Yadav) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. ગઈકાલે એટલે કે 11 જૂનના રોજ યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા.

ગાંધીનગરમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવની યોજાઇ બેઠક

author img

By

Published : Jun 12, 2021, 1:30 PM IST

  • વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ
  • ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવે(Bhupendrasinh Yadav)સંગઠન અને સરકારના આગેવાનો સાથે યોજી બેઠક
  • ગોરધન ઝાડફિયા અને કૌશિક પટેલ રહ્યા હાજર

ગાંધીનગર: ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક 5 જૂનના રોજ યોજાયા બાદ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ(Bhupendrasinh Yadav ) ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. ગઈકાલે એટલે કે 11 જૂનના રોજ યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગલામાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો છે.

આ પણ વાંચોઃ GST પરિષદની આજે બેઠક, કોરોનાની સારવાર સાથે જોડાયેલા સાધનો સસ્તા થવાની સંભાવના

ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ જેવા રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ચર્ચા થઈ હતી. તે અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવની યોજાઇ બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ

કોરોનાના સમયગાળા દરમિયાન એટલે કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે મતદારોનો મિજાજ કેવો છે અને લોકો કઈ તરફ વિચારી રહ્યા છે, તેનું સંકલન અને આયોજન કરવા બાબતે ગુજરાતના ભાજપ પ્રભારી યાદવ(Bhupendrasinh Yadav) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે, ત્યારે આજે બીજા દિવસે તેઓએ સંગઠનના અને સરકારના અમુક આગેવાનો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી. જેમાં સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા.

ગુજરાતમાં મુખ્યપ્રધાનના નવા ચહેરા કોણ ??

માહિતી પ્રમાણે વિધાનસભા 2022ની ચૂંટણીમાં નવા મુખ્યપ્રધાનના ચહેરા સાથે વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે, ત્યારે 2022માં ગુજરાતમાં ભાજપમાંથી મુખ્યપ્રધાન તરીકે કોણ તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. જ્યારે 2022માં ઓબીસીમાંથી રાજ્યના મુખ્યપ્રધાન આપવામાં આવે, તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજના આગેવાનોએ પણ બેઠક યોજી છે અને પાટીદાર ચહેરાને મુખ્યપ્રધાન તરીકે દર્શાવવામાં આવે તેવી પણ ભવિષ્યમાં માગ ઉઠે તો નવાઈ નહિ.

આ પણ વાંચોઃ Gujarat Assembly elections 2022 - 15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક, ચૂંટણીની ઘડાશે રણનીતિ

15 જૂનના રોજ યોજાશે ભાજપ ધારાસભ્યોની બેઠક

એક બાજુ ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ(Bhupendrasinh Yadav) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે, ત્યારે 15 જુનના રોજ ભાજપના તમામ ધારાસભ્યોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2022 સુધી ચૂંટણીની તૈયારી પણ ભાજપ દ્વારા શરૂ

મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani) અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે(Deputy Chief Minister Nitin Patel) અગાઉ પણ જણાવ્યું હતું કે, આ બેઠક સમય અંતરે મળતી બેઠક છે, ત્યારે વર્ષ 2022 સુધી ચૂંટણીની તૈયારી પણ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ 15 જુનના રોજ યોજાનારી બેઠક પણ મહત્વની સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.