ETV Bharat / city

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, મંગળવારે ભાજપની બેઠક, આપ 182 ઉમેદવાર ઉભા રાખશે, કૉંગ્રેસ જાહેર કરશે નવા પ્રદેશ પ્રમુખ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) સોમવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં 182 બેઠકો પર આમ આદમી પાર્ટી (Aam Admi Party Gujarat) પોતાના ઉમેદવારો મેદાને ઉતારવાની તેમણે જાહેરાત કરી હતી. આ તરફ મંગળવારે ભાજપના ધારાસભ્યોની પણ એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે અને કોંગ્રેસ પણ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવાની તૈયારીમાં છે.

Gujarat Assembly Election 2022: ગુજરાતના રાજકારણમાં ગરમાવો

author img

By

Published : Jun 14, 2021, 5:42 PM IST

Updated : Jun 14, 2021, 6:08 PM IST

  • ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ઉભા રહેશે AAPના ઉમેદવાર
  • કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા નવા ચહેરાની શોધમાં
  • 15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક

ન્યૂઝડેસ્ક: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) સોમવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન, મુખ્યપ્રધાન કેજરીવાલે (Arvind Kejriwal On Gujarat Visit) જાહેરાત કરી હતી કે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં 182 બેઠકો પર આમ આદમી પાર્ટી (Aam Admi Party Gujarat) પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવશે. આ ઉપરાંત, આપ દ્વારા થોડા જ સમયમાં ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાવામાં આવશે. આ ઉપરાંત, તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો: Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટી 182 સીટ પર લડશે ચૂંટણી: અરવિંદ કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ઉભા રહેશે AAPના ઉમેદવાર

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ ગુજરાતની રણનીતિ અંગે માર્ગદર્શન મેળવવા માટે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન, અરવિંદ કેજરીવાલે ( Arvind Kejriwal On Gujarat Visit) આમ આદમી પાર્ટીના(Aam Admi Party Gujarat) નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. કેજરીવાલે વલ્લભ સદનમાં શ્રીનાથજીના દર્શન કરીને પત્રકાર પરિષદ પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં એવું કહેવાય છે કે, ગુજરાત કોંગ્રેસ-ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે છે ત્યારે કોંગ્રેસ માલ સપ્લાય કરે છે. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ ઉપરાંત, જનતા અને વેપારીઓ પરેશાન છે. ત્યારે, આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે ત્રીજો વિકલ્પ બની ગુજરાતમાં ઊભી રહેશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં તમામ 182 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખી ચૂંટણી લડાવશે.

Gujarat Assembly elections 2022 : 15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક

ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક 15 June ના રોજ ગાંધીનગરમાં મળવા જઈ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ગત 2 મહિનાથી ધારાસભ્યોની બેઠક મળી શકી ન હતી. જેથી કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સહિત કોરોનાની વેક્સિનનો વ્યાપ વધારવા માટેની પણ ચર્ચા થશે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, સરકાર પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તેવી સંભાવના છે, તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly elections 2022 ) અંગે રણનીતિ ઘડાશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Rupani ), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ( DYCM nitin patel ) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ દિલ્હીથી ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યોની બેઠક 15 June મંગળવારના રોજ વિધાનસભા બિલ્ડિંગના ચોથા માળે મળશે.

આ પણ વાંચો: Gujarat Assembly elections 2022 - 15 June ના રોજ યોજાશે ભાજપના ધારાસભ્યોની બેઠક, ચૂંટણીની ઘડાશે રણનીતિ

ગુજરાત સરકારનું વિસ્તરણ થશે?

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 15 June ના રોજ મળનારી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પ્રધાનમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થશે. ત્યારે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે છે, તે પહેલા સરકારનું વિસ્તરણ કરવું જ પડશે. હવે રાજ્ય સરકારે વધુ એલર્ટ રહેવું પડશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly elections 2022 ) અગાઉ સરકાર અને સંગઠનમાં ફેરફાર કરવા અંગે પણ વિચારવું પડશે. 15 June ના રોજ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ( Gujarat Assembly elections 2022) અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા નેતાઓ હરોળમાં

ગુજરાતની રાજનીતિમાં અત્યારે ગરમ માહોલ ચાલી રહ્યો છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના નેતાઓ ધમપછાડા કરી રહ્યા છે. ગુજરાતમાં હાલ OBC મતદારોને ખુશ કરવા કોંગ્રેસ પગલા ભરી રહી છે તેવું લાગી રહ્યું છે. તેવામાં હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. દિલ્હી ગુજરાત સહિત દેશના 6 રાજયોમાં આગામી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેવામાં કોંગ્રેસ હાઈકમાન્ડ પોતાની વ્યૂહરચના સાથે દરેક રાજ્યોમાં મજબૂત સંગઠન બનાવવામાં લાગી છે.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા નેતાઓના ધમપછાડા, હાર્દિક પટેલને દિલ્હીનું તેડું

કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા નવા ચહેરાની શોધમાં

ગુજરાતની વાત કરીએ તો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઈકમાન્ડ સમક્ષ પોતાનું રાજીનામું ધરી દીધું હતું, જેને હાઇકમાન્ડે સ્વીકાર પણ કરી દીધું છે. ત્યારે, નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા કોને બનાવવા તેને લઈને સતત મનોમંથન યથાવત જોવા મળી રહ્યું છે. જોકે, આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન થતાની સાથે જ કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. હવે તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાની મુકવા તેના પર પણ વિચારણા ચાલી રહી છે.

રાજીવ સાતવ પછી ગુજરાત કોંગ્રેસનો પ્રભારી કોણ તે પ્રશ્ન ચર્ચામાં

ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનવા માટે અત્યારે અવિનાશ પાંડેનું નામ સૌથી મોખરે છે. 2 નામોની ચર્ચા વચ્ચે અન્ય નેતા દિલ્હી પહોંચતા રાજકારણમાં ગરમાવો ગુજરાતમાં OBC મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસ એક તરફ વ્યૂહરચના રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો OBC હોય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સૂત્રો તરફથી અને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો, હાલમાં 2 નામો સૌથી આગળ ચાલી રહ્યા છે. જેમાં, અર્જુન મોઢવાડિયાનું નામ અને ભરતસિંહ સોલંકીનું નામ સૌથી આગળ છે. ભરતસિંહ સોલંકી હાલ દિલ્હી છે. જ્યારે, અર્જુન મોઢવાડિયાનું નામ સૌથી આગળ નક્કી માનવામાં આવી રહ્યું છે.

Last Updated : Jun 14, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.