ગાંધીનગર : ભારત દેશમાં કોરોના મહામારીમાં 47 લાખથી વધુ લોકોને કોરોનાથી મૃત્યુ પામ્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મૃતકોના આંકડા છુપાવી રહ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના દંડક સી.જે. ચાવડા અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યા હતા. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભાના (Gujarat Assembly Election 2022) દંડક સી.જે. ચાવડાએ જાહેરાત કરી હતી કે, જો વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં જ તમામ કોલેજના મૃતકના પરિવારજનોને નિયમ પ્રમાણે 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
2022 ના ચૂંટણી ઢંઢેરામાં 4 લાખની સહાય - ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક સી.જે. ચાવડા જણાવ્યું હતું કે, વર્ષ 2022ના ચૂંટણી ઢંઢેરામાં ચાર લાખ રૂપિયાની સહાયનો મુદ્દો મુકવામાં આવશે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં રાજ્ય સરકાર (Congressional issues elections) દ્વારા દસ હજાર જેટલા જ મૃત્યુ આંક બતાવવામાં આવે છે, પરંતુ ત્રણ લાખથી વધુ લોકોએ આર્થિક સહાય માટેની અરજી કરી છે. જ્યારે 20 હજાર અરજી તો એવી આવી છે કે, જેમાં નાના બાળકના માતા-પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા હોય. આમ, ત્રણ લાખથી વધુ લોકો ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં પણ આ મુદ્દો ખાસ મુકવામાં આવશે.
આ પણ વાંચો : હાઉસિંગ બોર્ડે અનઅધિકૃત બાંધકામ દૂર તો કર્યા પણ સરકારે નિર્ણયને કર્યો મોકૂફ, ચૂંટણીનો ડર કે પછી...
સરકારની ક્રિમિનલ માનસિકતા - સી.જે. ચાવડાએ (C.J. Chavda) સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં રોકવા બદલ દીવા પ્રગટાવવા થાળી વગાડવા જેવા ઘટનાક્રમો કર્યા હતા. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબુમાં આવ્યો ન હતો. જ્યારે જે ઇન્જેકશનો હોસ્પિટલમાં અને મેડિકલમાં મળવા જોઈએ તે ભાજપના કાર્યાલયમાં મળતા હતા. ત્યારે સરકાર ક્રિમિનલ (Congress people Assistance) માનસિકતા ધરાવે છે અને લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા હોવાનો આક્ષેપ પણ સી.જે. ચાવડા કર્યો હતો.
આ પણ વાંચો : નેતાજીના આંટાફેરા: રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે, દાહોદમાં ગજવશે સભા
કાયદા પ્રમાણે 4 લાખની જોગવાઈ - સી.જે. ચાવડા સાથે વિપક્ષ નેતા (Congress Attacks BJP) જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા અને મેવાણીએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, સરકાર કોરોનાના મૃત્યુ આંકના ખોટા આંકડા આપ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત કોરોનાના આંકડા ખોટા આપવામાં આવ્યા છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના (World Health Organization) વડાનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુલસીભાઈ રાખ્યું છે. ત્યારે આ તુલસીભાઈ એ જ સમગ્ર દેશમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા તેની સત્તાવાર આંકડા બહાર પાડ્યા છે. જેમાં 47 લાખ લોકોના મૃત્યુ પામ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે, ગુજરાતના લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેવા પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે. જ્યારે એપેડેમિક એક્ટ-1987 પ્રમાણે કાયદામાં 4 લાખ રૂપિયાની સહાય જોગવાઈ કરવામાં આવી છે.