ગાંધીનગર: રાજ્યમાં બાળકોની ચોરીના(kidnapping children) અનેક કિસ્સાઓ સામે આવે છે. ત્યારે માતા પિતા દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવે છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા બાળકો ગૂમ(Children missing in three years) થયા હોવાનો પ્રશ્ન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યા હતા. જેમાં રાજ્ય સરકારે સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. જેમાં વર્ષ 2019માં 3538, 2020માં 2991 અને વર્ષ 2021માં 3463 મળીને કુલ 10,092 બાળકો ગુમ થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયેલ છે.
પોલીસે 9085 બાળકોની ભાળ મેળવી - ગુજરાત પોલીસ દ્વારા પણ માતા પિતાની ફરિયાદના(Complaint of parents) આધારે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા(Numbers presented in Gujarat Assembly) પ્રમાણે કુલ 10,092 જેટલા બાળકો છેલ્લા ત્રણ વર્ષમાં ગુમ થયા છે. જે પૈકી હાલમાં 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિએ ગુજરાત પોલીસ દ્વારા કુલ 9085 બાળકોને પરિવાર સાથે મિલાન કરાવ્યું છે.
1007 બાળકોનો કોઈ પત્તો નહિ - રાજય ગુજરાતની પોલીસ(Gujarat Police) હજુ પણ રાજ્યમાંથી 1007 બાળકો જે ગુમ થયા છે અને સરકારના ચોપડે નોંધાયા છે તેની હજી સુધી કોઈ જ પ્રકારની ભાળ મળી નથી. આમ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા 9085 બાળકોને ગોતવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી હજુ પણ એક હજારથી વધુ બાળકો ગૂમ(Still 1000 Children are missing) છે અને તેની કોઈ પણ માહિતી ગુજરાત પોલીસને પણ પ્રાપ્ત થઈ નથી.
3 વર્ષના 8 કોર્પોરેશન વિસ્તારના આંકડા | |||
શહેર | વર્ષ | ||
2019 | 2020 | 2021 | |
અમદાવાદ | 409 | 328 | 338 |
રાજકોટ | 117 | 95 | 77 |
સુરત | 782 | 479 | 629 |
બરોડા | 129 | 87 | 104 |
પરત ફરેલ બાળકોની સંખ્યા | |||
શહેર | વર્ષ | ||
2019 | 2020 | 2021 | |
અમદાવાદ | 395 | 310 | 293 |
રાજકોટ | 111 | 88 | 62 |
સુરત | 745 | 448 | 506 |
બરોડા | 127 | 82 | 97 |
આ પણ વાંચો: Operation Smit: સ્મિતના પિતા ગાંધીનગરમાં રહેતા હોવાનો થયો ખુલાસો, માતા-પિતાના ઝઘડામાં તરછોડાયું બાળક
પોલીસ દ્વારા કસરત કાર્યરત - રાજ્યમાં ગુમ થનાર બાળકોની શોધખોળ કરવા માટે પોલોસ દ્વારા અલગ અલગ ટિમો બનાવીને તાપસ કરવામાં આવી રહી છે જ્યારે ચિલ્ડ્રન હોમ કેરમાં આ અંગે તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે જિલ્લા પોલીસ સ્ટેશનમાં ફોટો ગ્રાફ સાથે રાજ્ય પોલીસ દ્વારા CID ક્રાઈમ દ્વારા સમયાંતરે ડ્રાઇવ નું આયોજન કરવામાં આવે છે.