ETV Bharat / city

Gujarat Assembly 2022 : ગુજરાતમાં 10 નવી ખાનગી યુનિવર્સિટી બનાવવાનું બિલ પસાર, કોંગ્રેસે માર્યો કયો ટોણો જાણો - Bill in the Assembly Regarding University

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) યુનિવર્સિટીને લઈને આજે ચર્ચા બાદ રાજ્યમાં નવી ખાનગી યુનિવર્સિટી બિલ (Bill in the Assembly Regarding University) પસાર થયું છે. આ પહેલાં સરકાર અને વિપક્ષની સામસામી શી દલીલો રહી તે જાણવા ક્લિક કરો

Gujarat Assembly 2022 : ગુજરાતમાં 10 નવી ખાનગી યુનિવર્સિટી બનાવવાનું બિલ પસાર, કોંગ્રેસે માર્યો કયો ટોણો જાણો

author img

By

Published : Mar 31, 2022, 11:45 AM IST

Updated : Mar 31, 2022, 8:31 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં દિવસેને દિવસે શિક્ષણની સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. જ્યારે યુનિવર્સિટીમાં બેઠકની સંખ્યા ઘટી રહી છે. જ્યારે અનેક વિદ્યાર્થીઓને પોતાના મનપસંદ કોર્સમાં એડમિશન મળતું નથી. ત્યારે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly 2022) ચૌદમી વિધાનસભા સત્રના છેલ્લા દિવસે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટી (Private University in Gujarat) સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ભાજપની આદિવાસી વોટબેંકને અસર ન થાય તે માટે સરકારે તાપી રિવર લિંક યોજના સ્થગિત કરી છે? જાણો સત્ય

કઈ નવી યુનિવર્સિટી આવશે ગુજરાતમાં - રાજ્યમાં સરકાર દ્વારા બિલમાં ગાંધીનગર યુનિવર્સિટી ગાંધીનગર, ડૉ. સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ, ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી અમદાવાદ, એક.કે. યુનિવર્સિટી પાટણ, વિદ્યાદીપ યુનિવર્સિટી સુરત, SKIPS યુનિવર્સિટી ગાંધીનગર, મગનભાઈ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી નડિયાદ, સ્વામિનારાયણ યુનિવર્સિટી ગાંધીનગર, અદાણી યુનિવર્સિટી અમદાવાદ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન ભાવનગર અને નોબલ યુનિવર્સિટી જૂનાગઢ. આ તમામ વિશે ગુજરાત વિધાનસભામાં (Bill in the Assembly Regarding University) ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે, પુરાવા હોય તો લાવો સરકાર કાર્યવાહી કરશે

સત્તા પક્ષ અને વિપક્ષની ચર્ચા - ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ખાનગી (Education Minister Jitu Vaghani) યુનિવર્સિટી બિલ પસાર કરી રહ્યાં હતાં ત્યારે પક્ષ અને વિપક્ષ બંનેએ શિક્ષણ ઉપર ખાસ ચર્ચા કરી હતી. વિપક્ષ દ્વારા રાજ્ય સરકારને શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ અનેક કટાક્ષો કરવામાં આવ્યાં હતાં. છેવટે ગુજરાત વિધાનસભાગૃહમાં (Gujarat Assembly 2022 ) શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ કર્યું તેમાં ધારાસભ્યોની ચર્ચા બાદ સર્વસંમતિથી બિલ પસાર કરવામાં આવ્યું છે. આમ આ બિલ પસાર થવાથી હવે ગુજરાતમાં વધુ 10 નવી ખાનગી યુનિવર્સિટી બનશે.

સરકારી યુનિવર્સિટી બનાવો -ખાનગી યુનિવર્સિટીના ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ટોણો મારતાં નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર સરકારી યુનિવર્સિટી સ્થાપવા માટેનું બિલ લાવેે. ખાનગી યુનિવર્સિટીમાં ગરીબના બાળકો ભણી શકતા નથી અને સરકારી શિક્ષણ અને વધુ પ્રોત્સાહિત કરવું જોઈએ જેથી મોટાભાગના ગરીબોના પૂરતું શિક્ષણ મેળવી શકે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ગુજરાતમાં નવી 11 પ્રાઇવેટ યુનિવર્સિટી સ્થાપવાના બિલ પર કોંગ્રેસે સરકારને આપ્યા મહત્વના સૂચનો

ખાનગી યુનિવર્સિટીની કેટલી અરજી આવી - વીરજી ઠુમ્મરે વિધાનસભાગૃહમાં (Gujarat Assembly 2022 ) ખાનગી યુનિવર્સિટી ઉપર ચર્ચા કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે યુનિવર્સિટી માટેની કેટલી અરજી આવી છે અને કેટલી અરજી મંજૂર કરવામાં આવી છે. સરકારી યુનિવર્સિટીમાં પણ અનેક સંશોધન થઇ રહ્યા છે ત્યારે સરકારી યુનિવર્સિટીને વધુ પ્રાધાન્ય આપવું જોઇએ. ખાનગી યુનિવર્સિટીમાં ધારાસભ્યોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી ત્યારે તમામ ખાનગી યુનિવર્સિટીમાં બે ધારાસભ્યો મૂકવામાં આવે છે જેથી યુનિવર્સિટી કંટ્રોલમાં રહે. તેના પ્રત્યુત્તરમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીમાં પણ રાજ્ય સરકાર સંચાલન કરશે અને શિક્ષણ અધિકારીઓ જવાબદાર રહેશે.

Last Updated : Mar 31, 2022, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.