ETV Bharat / city

Gujarat Assembly 2022: કોગ્રેસે વિધાનસભામાં અતિ મહત્વના પ્રશ્નોના સરકાર પાસે લેખિતમાં જવાબ માંગ્યા

author img

By

Published : Mar 22, 2022, 8:59 PM IST

કોંગ્રેસ દ્વારા આર્સેલર મિત્તલ ગ્રૂપને(Arcel Mittal Group) જમીન માગણી, દ્વારકા અને જામનગરમાં પાણીને હવા પ્રદૂષણ, સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત કેટલી રકમ માગણી કરવામાં આવી હતી તેવા તમામ સવાલોના જવાબ વિધાનસભામાં ગૃહમાં સરકાર પાસેથી લેખિતમાં માંગવામાં આવ્યા હતાં.

Gujarat Assembly 2022: કોગ્રેસે વિધાનસભામા અતિ મહત્વના સરકાર પાસે વિધાનસભામાં લેખિતમાં જવાબ માંગ્યા

ગાંધીનગર: વિધાનસભામાં ગૃહમાં આર્સેલર મિત્તલ ગ્રૂપને જમીન માંગણી, દ્વારકા અને જામનગરમાં પાણીને હવા પ્રદૂષણ, સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત કેટલી રકમ માગણી કરવામાં આવી જેવા વિવિધ સવાલોના જવાબ લેખિતમાં માંગવામાં આવ્યા હતાં.

આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા જમીનની કેટલી માંગણીઓ પડતર - જંબુસરના કૉંગ્રેસ ધારાસભ્ય(Congress MLA from Jambusar) સંજય સોલંકીએ વિધાનસભામાં વનપ્રધાન(Minister of Forests in Assembly) કિરીટસિંહ રાણાને પ્રશ્ન પૂછ્યો હતો કે આર્સેલર મિત્તલ ગ્રુપ દ્વારા વન ખાતાની ક્યાં સ્થળે અને કેટલી જમીન મેળવવાની માટેની માંગણીઓ પડતર પડી રહી છે. ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે આર્સેલર મિત્તલ ગ્રૂપ દ્વારા વન ધારા 1980 હેઠળ ભારત સરકારની મંજૂરી(Approval of Government of India) મેળવવા માટેની હજીરા ખાતે 178.76 હેકટર જમીનના ડાયવર્ઝન માટેની બે દરખાસ્તો પડતર પડી રહી છે. તેવો ગૃહમાં જવાબ લેખિત જવાબ આપવામાં આવ્યો હતો.

જામનગર અને દ્વારકા જિલ્લામાં પ્રદૂષણ અંગે કેટલી ફરિયાદ દાખલ થઈ : દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં પાણીનું પ્રદુષણ અંગે વિક્રમ માડમ ગૃહમાં પર્યાવરણ પ્રધાન કિરીટસિંહ રાણાને પ્રદૂષણ અંગેની કેટલી ફરિયાદ(How many complaints about pollution) મળી તે માટે લેખિતમાં જવાબ માંગ્યો હતો. જેમાં જવાબ આપતા જણાવ્યું હતું કે MRSPL લિમિટેડ પર 3, દિગ્વિજય સિમેન્ટ પર 2, મેં.ન્યારા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ 1, જામનગર કોમ્પ્લેઇન પર 1 ટાટા કેમિકલ્સ અને રિલાયન્સ ઇન્દ્રસ્ટ્રીઝ પર 1 ફરિયાદોની અરજી સરકારને મળી હતી જે પર્યાવરણ પ્રધાનને ગૃહમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો: બજેટમાં આદિવાસી સમાજની વિશેષ ચિંતા કરાઈ: આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવા

સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત કેટલી રકમની માંગણી કરી - સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ(Special Central Assistant) અંતર્ગત કેટલી રકમની માંગણી કરવામાં આવી તેવો પ્રશ્ન કાંતિભાઈ ખરાડી દ્વારા આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષાબેન સુથારને પૂછવામાં આવ્યો હતો જે જવાબ આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે 2019-20માં 20444.55 લાખ અને 2021-21 માં 17826.46 રકમની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી

સરકારી ઇજનેરી કોલેજમાં 300 જગ્યા ખાલી - રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજમાં વર્ગ 1માં કેટલી જગ્યા ખાલી છે અને ખાલી જગ્યા શા માટે અત્યાર સુધી ભરવામાં આવી નથી તે અંગે કોંગ્રેસ ધારાસભ્ય પૂજાભાઈ વંશે ગૃહમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘણી પૂછવામાં આવ્યો. જેનો જવાબ આપતા જણાવ્યું હતું કે 300 જગ્યા હાલમાં ખાલી છે જેમાં સાતમા પગારપંચ 20 માર્ચ 2020થી અમલવારી કરવામાં આવી છે.જેમાં AICTE ની ગાઈડલાઈન મુજબ સુધારાની કામગીરી ચાલુ હોવાથી ભરતી પ્રક્રિયામાં વિલબ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.