ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે સરકારના તમામ પ્રધાનો અને ધારાસભ્યોએ રાજભવન ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે સાંજનું (Devvrat Acharya had Dinner at Raj Bhavan) ભોજન લીધું હતું. તે સાથે જ પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે અને રાજ્યના પ્રધાનો અને ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરે તેવી સૂચના પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી હતી.
અધ્યક્ષ નીમાબેન આચાર્ય રહ્યા હાજર - ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમા આચાર્ય અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રધાન મંડળના સદસ્યો અને ધારાસભ્યો સાથેની પ્રાકૃતિક કૃષિ અંગે વિચાર ગોષ્ઠિમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. રાજ્યપાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને પ્રાકૃતિક (Governor Devvrat Acharya on Natural Farming) કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે.
ભૂમિ બંજર બનતી જાય છે - રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, પ્રાણી માત્રના સુખ-સ્વાસ્થ્ય માટે ચિંતા કરવી આવશ્યક છે. સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક કૃષિ સમયની માંગ હતી. આજે ધરતીનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદીન ઘટી રહ્યો છે. ભૂમિ બંજર બની રહી છે, લોકો રાસાયણિક ખાતર અને જંતુનાશકના ઉપયોગથી પેદા થતા ખાદ્યાન્ન કારણે કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ જેવી અસાધ્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિનો (Chemical Agriculture) મજબૂત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે.
રાજ્યમાં 2 લાખ ખેડૂતો જોડાયા - રાજ્યપાલ આચાર્યે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારના સહયોગથી રાજ્યમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાયા છે, ત્યારે પ્રધાનો અને ધારાસભ્યો પણ પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે, કૃષિ-ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પાણીની બચત થશે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી રાસાયણિક ખાતરો પાછળ ખર્ચાતી લાખો રૂપિયાની સબસીડી બચશે, એટલું જ નહીં લોકોને ઝેર મુક્ત સ્વાસ્થ્યપ્રદ આહાર પણ ઉપલબ્ધ બનશે.
આ પણ વાંચો : Horticulture in Mahisagar: મહીસાગરના ખેડૂતે પપૈયાની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા
જૈવિક ખેતીમાં પૂરતું ઉત્પાદન નથી - રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિ અર્થાત્ જૈવિક ખેતીમાં પૂરતું ઉત્પાદન નથી મળતું. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પૂર્ણ રૂપે કાર્ય કરી શકતા નથી. આવા સમયે કૃષિની કોઈ લાભપ્રદ પદ્ધતિ વિશે (Acharya Devvrat Inspired for Natural Agriculture) વિચારવું જરૂરી છે. એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું ઉપલબ્ધ હોય છે. દેશી ગાયનું ગૌમુત્ર ખનિજોનો ભંડાર છે. જેની મદદથી થતી પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો તે રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ બની શકશે.
પ્રાકૃતિક ખેતી ખાતરનું કામ - પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌમુત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી તૈયાર થતા જીવામૃત અને ઘન જીવામૃત એક મહત્વપૂર્ણ કલ્ચર છે જે પ્રાકૃતિક ખાતરનું (Natural Fertilizer) કાર્ય કરે છે. અને અળસિયાં જેવા મિત્રજીવોની પણ વૃદ્ધિ કરે છે. સરવાળે ખેતરના પાકને પૂરતું પોષણ મળે છે અને ઉત્પાદન વધે છે. પ્રાકૃતિક કૃષિમાં મલ્ચીંગનું પણ મહત્વ છે. ભૂમિનાં આચ્છાદનથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે. નિંદામણનું નિયંત્રણ થાય છે. ભૂમિનો ઓર્ગેનિક કાર્બન જળવાય છે અને અળસિયા જેવા મિત્ર જીવો દિવસ દરમિયાન પણ કાર્ય કરી શકે છે.
આ પણ વાંચો : Farmer Smartphone Subsidy Scheme: ખેતી અંગેની તમામ માહિતી હવે ખેડૂતોની આંગળીના ટેરવે, ધરતીપુત્રોએ આપી પ્રતિક્રિયા
ભોજન પર પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન માંથી - આ વિચાર ગોષ્ઠિમાં મંત્રીમંડળના સદસ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિચાર ગોષ્ઠિમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શનને પણ નિહાળ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો સ્વાદ પણ માણ્યો હતો. રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કર્યો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં (Devvrat Acharya at Raj Bhavan) મોડેલ સ્ટેટ બની પ્રેરણારૂપ કાર્ય કરશે.