ETV Bharat / city

કોરોના વેક્સિનને લઈ સરકારનો માસ્ટર પ્લાન, રાજ્યમાં વેક્સિન વિતરણ 4 તબક્કામાં કરવામાં આવશે: CM

કોરોના સંક્રમણ નિયંત્રણ, સારવાર સુવિધાઓ માટે સરકારે માસ્ટર પ્લાન-એકશન પ્લાન બનાવ્યો છે તે મુજબ કામગીરી કરાઇ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોના વેકસીનની વિગતો અંગે પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વેકસીનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે.

કોરોના વેક્સિનને લઈ સરકારનો માસ્ટર પ્લાન, રાજ્યમાં વેક્સિન વિતરણ 4 તબક્કામાં કરવામાં આવશે: CM
કોરોના વેક્સિનને લઈ સરકારનો માસ્ટર પ્લાન, રાજ્યમાં વેક્સિન વિતરણ 4 તબક્કામાં કરવામાં આવશે: CM
author img

By

Published : Nov 26, 2020, 4:55 PM IST

  • કોરોના સંક્રમણ નિયંત્રણ-સારવાર-દવાઓ સહિતની સુવિધા માટે એકશન પ્લાન બનાવાયો: CM
  • ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર થશે હ્યુમન ટ્રાયલ
  • રાજ્યમાં વેક્સિન વિતરણ ચાર તબક્કામાં કરવામાં આવશે

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ એક હજારથી વધુ લોકો પર રસીની અસર તપાસવાનું કામ ચાલે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તમામ રાજ્યોના CM સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કોરોના વેકસીનના વિતરણ અંગે સલાહ સૂચનો અને પરામર્શ કર્યા હતાં. તેની પણ વિગતો મુખ્યપ્રધાને આપી હતી. તેમણે કહ્યું કે, ભારત સરકાર બને તેટલી વહેલી વેક્સિન આવી જાય તેમ જ તે બને એટલી પારદર્શિતા, સરળતાથી લોકોને ઉપલબ્ધ થાય તે દિશામાં વિચારાધીન છે.

કોરોના વેક્સિનને લઈ સરકારનો માસ્ટર પ્લાન

આ રીતે ચાર તબક્કામાં થશે રસી વિતરણ

આ વેકસીન વિતરણ 4 તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ એટલે કે ડૉકટર્સ, પેરામેડિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, હોસ્પિટલોના સ્ટાફ વગેરેને આવરી લેવાશે. બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ એટલે કે સફાઇકર્મીઓ, રેવન્યુ, પોલીસકર્મીઓ વગેરેને આવરી લેવાશે, તેમ જ ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુની વયના લોકો જેમને કોરોના સંક્રમણની સંભાવના વધુ હોય છે તેમને તથા ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેના પરંતુ કો-ર્મોબિડ એટલે કે અન્ય બીમારીઓથી પીડિત લોકોને આવરી લેવાશે. આ પ્રારંભિક ચર્ચા-વિચારણાઓ છે પરંતુ ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેક્સિન અંગેની વિતરણ વ્યવસ્થા થશે.

સરકારની નેમ ઓછું સંક્રમણ ઝડપી રીકવરી

મુખ્યપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછું સંક્રમણ થાય એટલું જ નહીં, સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળી રહે તે માટે પૂરતાં બેડ, તબીબો, દવાઓ-સાધન સામગ્રીની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. સંક્રમિતો આના પરિણામે જલદીથી સ્વસ્થ થઇ પોતાના ઘરે જાય તેવી આપણી નેમ છે, એમ પણ તેમણે કહ્યું હતું.

SOPનું પાલન કરવા સૌ લોકોને આપવામાં આવી સૂચના

લોકોની સ્વાસ્થ્ય સલામતીએ સરકારની પ્રાયોરિટી-પ્રાથમિકતા છે. રાજ્યમાં ફરી લોકડાઉન આવવાની કે રાત્રિ કરફયુ લાગુ કરવાની વાતો માત્ર અફવા છે. તેમણે કહ્યું કે, જે ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હાલ જે રાત્રિ કરફયુ છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે. તેની સાથે તેમણે રાજ્યના નાગરિકોને આગ્રહપૂર્વક અનુરોધ કર્યો છે કે, કોરોના સંક્રમણને વ્યાપક થતું અટકવવા સૌ લોકો એસ.ઓ.પી.નું પાલન કરે, ફરજિયાત માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, ભીડભાડ ન કરે અને સ્વયં સતર્કતા, સાવચેતી રાખે. ખોટો ડર કે ગભરાટ રાખવાની પણ કોઇએ જરૂર નથી. સરકાર સંપૂર્ણ સજાગ છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. આમ છતાં, જો સંક્રમણનો વ્યાપ વધશે કે સ્થિતિ વિકટ થશે તો રાજ્ય સરકાર લોકોની આરોગ્ય-સલામતી ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.