ETV Bharat / city

સરકારનો નિર્ણય : B.SC નર્સિંગમાં એડમિશન માટે NEET નહીં, ધોરણ 12 પરિણામ પર થશે એડમિશન

author img

By

Published : Aug 17, 2021, 5:41 PM IST

આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે કે જેઓ બીએસસી નર્સિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ નીટની પરીક્ષા આપવી નહીં પડે. તેઓ સીધા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામના આધાર ઉપર જ સીધા બીએસસી નર્સિંગમાં એડમિશન લઈ શકશે.

સરકારનો નિર્ણય :  B.SC નર્સિંગમાં એડમિશન માટે NEET નહીં, ધોરણ 12 પરિણામ પર થશે એડમિશન
સરકારનો નિર્ણય : B.SC નર્સિંગમાં એડમિશન માટે NEET નહીં, ધોરણ 12 પરિણામ પર થશે એડમિશન
  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી જાહેરાત
  • B.SC નર્સિંગમાં એડમિશન માટે NEET ની જરૂર નહીં
  • ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના પરિણામ પરથી એડમિશન પ્રોસેસ શરૂ થશે

    ગાંધીનગર : મેડિકલ કોર્સમાં એડમિશન માટે તમામ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપવી ફરજિયાત છે પરંતુ આ વર્ષે તેમાંથી રાજ્યના વિદ્યાર્થીઓને મુક્તિ આપવામાં આવી છે. રાજ્યના મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે ધોરણ-12ના વિજ્ઞાનપ્રવાહના પરિણામ બાદ તૈયાર કરવામાં આવેલા મેરિટ પર વિદ્યાર્થીઓને બીએસસી નર્સિંગ એડમિશન આપવામાં આવશે.

    NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા નહીં થાય

    આ ઉપરાંત નીતિન પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં બીએસસી નર્સિંગમાં પ્રવેશ મેળવવા માટે ની પ્રવેશ પ્રક્રિયા NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહીં. પરંતુ ધોરણ-12ના વિજ્ઞાનપ્રવાહના મેરીટના આધારે અત્યારની પદ્ધતિ મુજબ જ પ્રવેશ આપવામાં આવશે.
    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામના આધાર ઉપર જ સીધા બીએસસી નર્સિંગમાં એડમિશન

12 સપ્ટેમ્બરેે NEET પરીક્ષા યોજાશે

મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાંની એક મહત્વની NEET પરીક્ષા ગણવામાં આવે છે. ત્યારે 12 સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં NEET 2021 પરીક્ષા યોજવામાં આવશે. જે અલગ-અલગ 13 ભાષાઓમાં લેવામાં આવશે જ્યારે તે જ સમયે પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર માહિતી મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ કોરોના રસીકરણમાં ગુજરાત પ્રથમ: નાયબ મુખ્યપ્રધાન

આ પણ વાંચોઃ રાજ્યમાં પાણીની અછત: પીવાના પાણીનો સ્ટોક કરી ખેતી બચાવ માટે પાણી છોડવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.