ગાંધીનગર : અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે દર વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ જે રીતે રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંક્રમણ વધી ગયું છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યકક્ષાના વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ કર્યો છે. હવે શેરીગરબા મુદ્દે પણ રાજ્ય સરકારે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા પાર્ટી પ્લોટના સંચાલકો અને ખાનગી સંચાલકોએ ગરબા નહીં કરવાની અગાઉથી જાહેરાત કરી દીધી છે. પરંતુ જો ગરબાનું આયોજન કરશે અને પરમિશન માગશે તો તેઓને પરમિશન આપવામાં નહીં આવે, જ્યારે શેરી ગરબા બાબતે રાજ્ય સરકાર હજુ પરવાનગી આપવી કે નહીં આપવી તે હવે આગામી દિવસોમાં ખબર પડશે.
શેરી ગરબા મુદ્દે સરકારની વિચારણા, અનલોક-5ની જાહેરાત પ્રમાણે નિર્ણય લેવાશે : નીતિન પટેલ
દેશમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. આ તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યકક્ષાના વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ કોરોનાના વધુ સંક્રમણના કારણે રદ કરવાની જાહેરાત કરી હતી. આજે બુધવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ શેરી ગરબા થવા જોઈએ કે નહીં તેના ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યું છે.