ગાંધીનગર : બેઠક બાદ કમિટીના સભ્ય કેબિનેટપ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેનો જે પ્રોજેક્ટ છે તે જમીન સંપાદન મુદ્દે હજુ અટકી પડ્યો છે. ખેડૂતોને જમીન સંપાદનના ભાવ આ બાબતે જે સમસ્યાઓ છે અને બીજી અન્ય સમસ્યાઓને લઇને રાજ્ય સરકારે 3 પ્રધાનોની કમિટી રચી છે. જેમાં આજે બુધવારના રોજ ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરાયાં હતાં. રાજ્યમાં જમીન સંપાદનનું કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકારે કમિટીની રચના કરી છે.
બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના જમીન સંપાદન મુદ્દે સરકારે કમિટી બનાવી, જમીન માલિકો સાથે યોજાઈ બેઠક - ETVBharatGujarat
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનને લઈને અટકી પડ્યો છે. ત્યારે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેનો પ્રોજેક્ટ ઝડપથી અમલમાં આવે અને કામ શરૂ થાય માટે જમીન સંપાદનને લઇને રાજ્ય સરકારે 3 કેબિનેટ પ્રધાનોની કમિટી રચી છે. જેની આજે બુધવારના રોજ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સુરતના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહ્યાં હતાં.
બુલેટ ટ્રેન અને એકસપ્રેસ હાઇવેના જમીન સંપાદન મુદ્દે સરકારે કમિટી બનાવી, જમીન માલિકો સાથે યોજાઈ બેઠક