- ગાંધીનગર કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
- સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયું ડ્રાફ્ટ બજેટ
- ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવેરા વધારવામાં નહીં આવે
ગાંધીનગર : GMCમાં શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ 2021- 22 ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર રતનચરણ ગઢવી અને સ્થાયી સમિતિ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં નગરપાલિકાનું આ 10મુ બજેટ પસાર કરવામાં આવશે. જ્યારે આગામી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને. આ બજેટમાં કોઈ નવા કરવેરા સૂચવવામાં આવ્યા નથી.
નવા ગામોના વિકાસ પર વધુ ધ્યાન
સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલા બજેટમાં ગાંધીનગર કોર્પોરેશનનો વિસ્તરણ કરીને 18 ગામો અને એક નગરપાલિકા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મિલકતોમાં વધારાની સાથે મિલકતવેરાની નવા વર્ષની આવક લક્ષ્યાંક 38.5 કરોડનો અંદાજ મૂક્યો છે. વ્યવસાય વેરાની આવકમાં પણ વધારો કરી 9.50 કરોડની આવક થવાનો અંદાજ છે. જ્યારે વિહિકલ ટેક્સ પેટે 5.50 કરોડ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન થકી 2.75 કરોડની આવક થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
મહેકમ ખર્ચમાં વધારો મૂકાયો
કમિટીમાં રજૂ કરાયેલા ડ્રાફટ બજેટમાં પણ અનેક વધારો દર્શાવવામાં આવ્યા છે. ગાંધીનગર શહેર કોર્પોરેશનના વિસ્તારોના વિસ્તારના કારણે કર્મચારીઓ અધિકારીઓની ભરતી કરવામાં આવશે, ત્યારે મહેકમ ખર્ચ 26.29 કરોડની જગ્યાએ હવે 38.25 કરોડ જેટલો કરવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જ્યારે સફાઈ અને નિભાવણી માટે 36.27 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કોર્પોરેશન હસ્તકની વિવિધ મિલકતો વાહનોની નિભાવણી નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સોલર લાઈટ મળી ઈલેક્ટ્રીક અને અન્ય ખર્ચ પેટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
2021-22માં રેવન્યુ ખર્ચ 120.41 કરોડ થવાનો અંદાજ
ડ્રાફટ બજેટમાં વર્ષે 21-22 માન્ય ખર્ચના 120 પોઇન્ટ 41 કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાંટ થકી કેપિટલ આવક 90 કરોડ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિકાસના કામો માટે કેપિટલ ખર્ચ 2,24,578 કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આમ 224.78 કરોડના અંદાજ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ બજેટમાં 33 કરોડની પુરાંત પણ રાખવામાં આવી છે.
નવા વિસ્તારના વિકાસ માટે 80 કરોડ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આસપાસના વિસ્તારોને પણ સમાવી લેવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારોની સુખાકારી અને વિકાસ માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલા બજેટને હવે કઈ સમિતિ દ્વારા અભ્યાસ કરીને સુધારા-વધારા સૂચવી મંજૂરી અર્થે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. જ્યારે ચૂંટણીનું વર્ષ હોવાથી નાગરિકોને નવા કરવેરા લાદવામાં નથી આવ્યા.