ETV Bharat / city

GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ

GETCO દ્વારા લેવાતી ઊર્જા વિભાગની પરીક્ષાનું પેપર લીક (GETCO Exam Paper Leak 2022) થયું હોવાના યુવરાજ સિંહના આક્ષેપોને લઇને જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા (Jitu Vaghani On GETCO Exam Paper Leak) આપી છે. તેમણે જણાવ્યું છે કે, આ પરીક્ષા યથાવત રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પેપર લીક થયું હોવાના આક્ષેપોની તપાસ કરવામાં આવશે.

GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ
GETCO Exam Paper Leak 2022: શું પરીક્ષા રદ થશે? જીતુ વાઘાણીએ આપી પ્રતિક્રિયા, યુવરાજના આક્ષેપોનો પણ આપ્યો જવાબ
author img

By

Published : Jan 4, 2022, 5:50 PM IST

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા મંડળની હેડક્લાર્ક (GSSSB Head Clerk Paper Leak 2021)ની પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતા, ત્યારબાદ તાત્કાલિક ધોરણે સરકારે તપાસ કરાવી હતી અને પેપર ફૂટી ગયું હોવાનું સામે આવ્યું હતું. તો આજે ફરી યુવરાજસિંહ જાડેજાએ GETCO દ્વારા લેવાતી ઊર્જા વિભાગની પરીક્ષાનું પેપર લીક (GETCO Exam Paper Leak 2022) થયું હોવાના આક્ષેપ કર્યા છે.

પરીક્ષા યથાવત રહેશે, આક્ષેપની તપાસ થશે

આ પેપર ઓનલાઈન લેવાઈ રહ્યું છે, તેમ છતાં પણ પેપર ફૂટ્યું છે. આ બાબતે રાજ્યના પ્રધાન જીતુ વાઘણીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું (Jitu Vaghani On GETCO Exam Paper Leak) હતું કે, GETCO દ્વારા જે પરીક્ષા લેવાઈ રહી છે તેના અહેવાલ પ્રાપ્ત થયા છે, જે બાબતે CM ભુપેન્દ્ર પટેલે તપાસના આદેશ (Investigation In GETCO exam paper leak) આપ્યા છે. પેપર લીક મામલે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે, GETCO દ્વારા જે પરીક્ષા લેવામાં આવી રહી છે તે પરીક્ષા યથાવત રાખવામાં આવશે, પરંતુ હજુ 2 દિવસ પરીક્ષા લેવામાં આવશે તે પરીક્ષામાં પણ CCTV સર્વેલન્સ સાથે જ પરીક્ષા લેવામાં આવશે અને તેના વિડીયો રેકોર્ડિંગ પણ રાજ્ય સરકાર પાસે યથાવત રાખવામાં આવશે.

મુંબઇની એજન્સી દ્વારા લેવામાં આવે છે પરીક્ષા

તેમણે જણાવ્યું કે, યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તે બાબતે પણ ખાસ તપાસ કરવામાં આવશે અને જો કોઈપણ વ્યક્તિ આમાં ઝડપાશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જીતુ વાઘાણી વધુમાં જણાવ્યું હતું કે, મુંબઇની એક ખાનગી એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે. આ એજન્સી અગાઉ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (bharat petroleum corporation ltd exam), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (hindustan petroleum corporation limited exam) અને રેલવે પોલીસની ભરતી (railway police recruitment)ની કામગીરી પણ કરી રહી છે અને GETCO અને ઊર્જા વિભાગની રાજ્ય પરીક્ષા (department of energy gujarat exams) લેવામાં આવી છે તે પરીક્ષા પણ આ જ એજન્સી દ્વારા લેવામાં આવી રહી છે, જ્યારે આ એજન્સી પરીક્ષા દરમિયાન CCTV સર્વેલન્સ સાથે પરીક્ષા યોજે છે.

આ પણ વાંચો: Department of Energy Online Paper Leak: પરીક્ષા પાસ કરાવવા 22 લાખ લેવાયાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

કુલ 34,684 લોકો આપી રહ્યા છે પરીક્ષા

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઊર્જા પ્રધાન કનુભાઇ દેસાઇએ તપાસના આદેશ આપ્યા.

પરીક્ષાની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 34,684 જેટલા ઉમેદવારો ઊર્જા વિભાગની જાહેર પરીક્ષા આપી રહ્યા છે, જેમાં જુનિયર એન્જિનિયર સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આમ 3 અલગ અલગ વિષયની પરીક્ષા મુંબઈની ખાનગી કંપની દ્વારા લેવામાં આવી રહી છે, ત્યારે યુવરાજસિંહ જાડેજા તરફથી જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઊર્જા પ્રધાન કનુભાઇ દેસાઇએ પણ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: GETCO company Exam Paper Leak: સાબરકાંઠાના પ્રાંતિજમાં જેટકોનું પેપર લીક થયાના આક્ષેપથી ખળભળાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.