ETV Bharat / city

ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગ સાથે ગૌરક્ષકોનો ગાંધીનગરમાં વિરોધ - ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. સમિતિએ ગાય માતા માટેની 5 માંગણી કરી છે. આ માટે સત્યાગ્રહ છાવણી ખાતે આ સમિતિના લોકોને ધરણા પ્રદર્શન માટે અને વિરોધ માટે મંજૂરી આપવામાં નથી આવી. તેમનું કહેવું છે કે, અમે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં રિટ કરીશું.

ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માગ સાથે ગૌરક્ષકોનો ગાંધીનગરમાં વિરોધ

author img

By

Published : Sep 10, 2021, 1:31 PM IST

  • સચિવાલયમાં ગાય માતા સાથે વિરોધ પ્રદર્શન કરીશું
  • ગૌ રક્ષા માટે 5 માગણીઓ મૂકવામાં આવી
  • અગાઉ કન્વીનરોની અટકાયત કરવામાં આવી હતી

ગાંધીનગર : ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા ગૌ રક્ષાને લઈને 5 માગણીઓ કરવામાં આવી છે. આ માગણીઓ ન સંતોષાતા તેમણે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં અને વિરોધ પ્રદર્શન સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મંજૂરી માગી છે. સમિતિનું કહેવું છે કે, અમને 5 લોકોને પણ મંજૂરી નથી મળતી. જ્યારે રાજકીય મેળાવડાઓમાં મોટી સંખ્યામાં મંજૂરી આપવામાં આવે છે.
આ પણ વાંચો- બનાસકાંઠામાં કૃષિ કાયદાના વિરોધમાં ઉતર્યા ખેડૂતો, માગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોની ધમકી

અગાઉ કન્વીનરોની અટકાયત કરવામાં આવી હતી

દેશમાં 34,700 કરતાં પણ વધુ કતલખાનાની મંજૂરી આપવામાં આવી છે

ગાંધીનગર વિરોધ કરવા આવેલા ગૌરક્ષક તરૂણ આહિરે આ અંગે જણાવ્યું હતું કે, ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતા સમિતિના કન્વીનરો અગાઉ ભેગા થયા હતા અને તેમની અટકાયત કરવામાં આવી હતી. આગામી સમયમાં હાઇકોર્ટમાં પરમિશન લઇ ગાંધીનગરમાં આંદોલન કરવા અમે નિર્ણય કર્યો છે. આ સરકાર હિન્દુવાદી સરકાર માનવામાં આવે છે ત્યારે કેમ 34,700 કરતાં પણ વધુ કતલખાનાની મંજૂરી આપવામાં આવી છે. અમે જ્યારે 5 લોકોની પરમિશન અમારી માગણીને લઇને વિરોધ પ્રદર્શન માટે કરી રહ્યા છે ત્યારે મંજૂરી આપવામાં આવી રહી નથી. આથી અમે અમારું વિરોધ પ્રદર્શન ચાલુ જ રાખીશું. ગુજરાત હાઈકોર્ટમાં મંજૂરી માટે રિટ પણ કરીશું.

આ પણ વાંચો- પાલનપુરના વોર્ડ નંબર 5માં ગંદકી અને ખરાબ રસ્તાથી કંટાળી સ્થાનિકોએ થાળી વગાડી તંત્રનો વિરોધ કર્યો

આ 5 માંગણીઓ તેમણે સરકાર સમક્ષ મૂકી

ગૌરક્ષક તરુણ આહિરે વધુમાં કહ્યું હતું કે, આગામી સમયમાં અમારી માગ ન સ્વીકારવામાં આવી તો સચિવાલયમાં ગાય માતા સાથે પ્રવેશ કરીશું. તેમની આ પાંચ માંગ છે. ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે, ગુજરાત સરકાર ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા કેન્દ્ર સરકારને સમર્થન આપે, ગુજરાતમાં રસ્તે રખડતા ગૌધનની સરકાર યોગ્ય વ્યવસ્થા કરી ગાય અને ગૌવંશની હત્યા અને તસ્કરી સામેના કાયદાઓની સરકાર કડક અમલવારી કરાવે, દિલ્હી જંતર મંતર પર ગૌ માતા માટે અનિશ્ચિત સમય સુધી ધરણા પર બેઠેલા આહિર અર્જુનભાઈ આંબલિયાના યોગ્ય પારણાં કરાવવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.