ETV Bharat / city

ધાંધલ ધમાલ બાદ ગાંધીનગર તાલુકા પંચાયતનું કોકડું હવે 15 સપ્ટેમ્બરે ઉકેલાશે - ગાંધીનગર તાલુકા પંચાયત

ગાંધીનગર તાલુકા પંચાયતમાં 2.5 વર્ષની પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થયા બાદ 9 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભાજપના સભ્યો દ્વારા સભાખંડમાં ધાંધલ-ધમાલ કરવામાં આવી હતી. ખુરશીઓ ઉઠાવવામાં આવી હતી અને માઇક તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા આ પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ચૂંટણી 15 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 કલાકે કલેક્ટર કચેરીમાં યોજવામાં આવશે.

ETV BHARAT
ધાંધલ ધમાલ બાદ ગાંધીનગર તાલુકા પંચાયતનું કોકડું હવે 15 સપ્ટેમ્બરે ઉકેલાશે
author img

By

Published : Sep 11, 2020, 3:54 AM IST

ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતમાં 2.5 વર્ષની પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થયા બાદ 9 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભાજપના સભ્યો દ્વારા સભાખંડમાં ધાંધલ-ધમાલ કરવામાં આવી હતી. ખુરશીઓ ઉઠાવવામાં આવી હતી અને માઇક તોડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા આ પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ચૂંટણી 15 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 કલાકે કલેક્ટર કચેરીમાં યોજવામાં આવશે.

ETV BHARAT
ધાંધલ ધમાલ બાદ ગાંધીનગર તાલુકા પંચાયતનું કોકડું હવે 15 સપ્ટેમ્બરે ઉકેલાશે

ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી છે, જ્યારે ભાજપ લઘુમતીમાં છે. આમ છતાં 2.5 વર્ષ સુધી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા. 9 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા બીજી ટર્મ માટે યોજવામાં આવી હતી, પરંતુ સત્તા ભૂખ્યા ભાજપના સભ્યો દ્વારા ધાંધલ-ધમાલ કરવામાં આવી હતી અને આખરે ચૂંટણી અધિકારી દ્વારા મતદાન પ્રક્રિયાને મોકૂફ રાખવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આ તમામ પ્રક્રિયા તે જ દિવસે પૂર્ણ કરવામાં આવે તે માટે રામધૂન પણ બોલાવવામાં આવી હતી અને ગાંધીનગર કલેક્ટરને રજૂઆત પણ કરાઇ હતી.

કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના સભ્યો દ્વારા ધરણાંની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે 10 સપ્ટેમ્બરે તાલુકા પંચાયતની ઓફિસમાં ધારાસભ્યો જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા અને પોતાનો રોષ બતાવ્યો હતો. આખરે તેમની કામગીરી રંગ લાવી હતી, ત્યારે કલોલ પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયતની ચૂંટણીના અધિકારી દ્વારા આખરે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

આગામી 15 સપ્ટેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મતદાન માટે સ્થળનો પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સનો ભાંગના થાય તે માટે કલેક્ટર કચેરીના સમિતિ ખંડમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.