ETV Bharat / city

ગાંધીનગર તાલુકા પંચાયતમાં ચૂંટણી રોકવા માટે ભાજપના સભ્યો ભાન ભૂલ્યાં, ખુરશીઓ ઉછાળી માઇક તોડ્યાં - GMC

ગાંધીનગર તાલુકા પંચાયતમાં 9મી સપ્ટેમ્બરના રોજ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપ પાસે બહુમતી નહીં હોવાના કારણે માત્ર ચૂંટણી રોકવાનાં એક જ એજન્ડા સાથે સભાખંડમાં પહોંચ્યા હતા. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે શરૂઆતથી જ રોષ રાખવામાં આવી રહ્યો હતો. ચૂંટણી રોકાવા માટે ભાજપના સભ્યો જાણે મરણિયા બન્યા હોય ખુશીઓ ઉછાળી હતી અને માઇક તોડ્યા હતા. ચોક્કસ એમ કહી શકાશે કે સત્તા મેળવવા માટે લોહિયાળ જંગ ખેલવાનું થયો હોય તો પણ ભાજપના સભ્યો ખેલી નાખ્યો હોત.

ગાંધીનગર તાલુકા પંચાયતમાં ચૂંટણી રોકાવા માટે ભાજપના સભ્યો ભાન ભૂલ્યાં, ખુરશીઓ ઉછાળી માઇક તોડ્યાં

author img

By

Published : Sep 9, 2020, 8:45 PM IST

ગાંધીનગરઃ કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે અધિકારીઓને આંખ બતાવીને કામ કરાવવામાં આવે છે. પોલીસનો ઉપયોગ કરીને ભાજપ સ્થાનિક લેવલથી લઈને વિધાનસભા સુધી પોતાની સત્તા મેળવી રહી છે. ત્યારે આજે યોજવામાં આવેલી ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. કોંગ્રેસની બહુમતી બહુમતી અને ભાજપ લઘુમતીમાં હોવા છતાં ચૂંટણી પ્રક્રિયાને મોકૂફ રાખવામાં ભાજપના સભ્યો સફળ રહ્યા હતા. પરંતુ આ ચૂંટણી રોકાવા માટે ભાજપના તમામ સભ્યો ભાન ભૂલી ગયાં હતાં, તેવા સભાખંડના દ્રશ્યો સામે આવ્યાં છે. જ્યારે ચૂંટણી અધિકારી અલ્પેશ જોશી અને ઇન્ચાર્જ ટીડીઓ રૂબીસિંહ રાજપૂત મૂક પ્રેક્ષક બનીને આ તાયફાને નિહાળી રહ્યાં હતા.

ગાંધીનગર તા. પં.માં ચૂંટણી રોકાવા માટે ભાજપના સભ્યો ભાન ભૂલ્યાં, ખુરશીઓ ઉછાળી માઇક તોડ્યાં
એક જ બિલ્ડિંગમાં આવેલી ગાંધીનગર મહાનગર પાલિકાની કચેરીમાં ગત 5 નવેમ્બર 2018ના રોજ માત્ર એક જ સીટનો તફાવત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. તે દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસના સભ્યો દ્વારા ચૂંટણીની પ્રક્રિયાને મોકુફ રાખવાની વાત કરવામાં આવી હતી, તેમ છતાં ચૂંટણી અધિકારી દ્વારા તેમની વાતનો અસ્વીકાર કર્યો હતો. જ્યારે આજે તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસના સભ્યોનો ચૂંટણી યોજવાની વાતનો ચૂંટણી અધિકારી અસ્વીકાર કર્યો હતો. તે સમયે પોલીસ દ્વારા કોંગ્રેસના સભ્યો ઉપર તમામ પ્રકારનો જોર લગાવવામાં આવ્યું હતું. જ્યારે આજે પોલીસની કામગીરી પણ શંકાસ્પદ રહી હતી. એક જ સરખી ઘટનામાં અધિકારીઓ દ્વારા એક જ પાર્ટીને તરફેણમાં નિર્ણય કરવામાં આવે છે. તેને લઈને નાગરિકોમાં પણ આ બાબતનો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, જે આગામી ચૂંટણીઓમાં ભાજપની સરકારને ભોગવવાનો વારો આવે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.