- તૌકતેના પગલે પવનની ગતિ ગાંધીનગરમાં વધશે
- 17 મેની મોડી રાતથી ગાંધીનગરમાં વરસાદ ચાલું
- બપોર સુધીમાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો
ગાંધીનગર: વાવાઝોડાની અસર અમદાવાદ જિલ્લા આજુબાજુ જોવા મળશે. ત્યારે ગાંધીનગરમાં પણ પુરજોશથી પવન ફુંકાય તેવી શક્યતા રહેલી છે. તેવું હવામાન વિભાગનું કહેવું છે. પવનની ગતિ અમદાવાદ જિલ્લામાં 40થી 60 km પ્રતિ મિનિટથી થવાની શક્યતા છે. જેને કારણે જે લોકો છાપરાવાળા વિસ્તારમાં તેમજ કાચા મકાનમાં રહે છે. ત્યાં અસર થવાની સૌથી વધુ શક્યતા છે. જેને જોતા અગાઉથી જ જિલ્લા કલેક્ટર દ્વારા કલોલમાં 10થી વધુ આ પ્રકાર રહેતા લોકોને ખસેડવામાં આવ્યા હતા. જિલ્લામાં જુદા-જુદા વિસ્તારમાં 20થી 25 વધુ પરિવારોને આ રીતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વાવાઝોડાની દસ્તક: દરિયાનું દેખાયુ વિકરાળ રૂપ
ગાંધીનગર જિલ્લામાં 25km પ્રતિ મિનિટની ઝડપે પવનની ગતિ
ગાંધીનગર જિલ્લામાં 25kmથી વધુ પ્રતિ મિનિટની ઝડપે પવનની ગતિ અત્યારે છે. જો કે આ ગતી 40km પ્રતિ મિનીટ થવાની શક્યતા રહેલી છે. જો કે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ નથી. તૌકતે વાવાઝોડું સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડી, ધોળકા, ધંધુકા જેવા અમદાવાદના વિસ્તારને પણ અસર કરશે. ત્યાંથી ગાંધીનગરમાં પણ પવનના કારણે રસ્તાઓ પર વૃક્ષો પડવાથી રસ્તા બ્લોક થઈ શકે છે, પરંતુ અત્યાર સુધી આ પ્રકારે રસ્તા બંધ થવા કે મોટી જાનહાની થઇ નથી. ગાંધીનગરમાં પણ લોકોએ બિનજરૂરી 24 કલાક બહાર ન નીકળવું તે પ્રકારની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી છે. જો કે આજ રાત સુધી અસર વાવાઝોડાંની રહે અને કાલે સવારે સ્થિતિ સુધરે તે પ્રકારની સંભાવના રહેલી છે.
આ પણ વાંચો: કચ્છમાં કાંઠા વિસ્તારના 92 ગામોના 32,806 લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા