ETV Bharat / city

ગાંધીનગરઃ હત્યા કેસના 6 આરોપીઓ મુંબઈ ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધાં, એક ફરાર - ગાંધીનગર એસપી

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા અપના અડ્ડા પાસે રાંદેસણ ગામના યુવકનું મર્ડર કરવામાં આવ્યું હતું. સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં યુવકનું મર્ડર કરીને આરોપીઓ પલાયન થઈ ગયાં હતાં. ત્યારે ગાંધીનગર પોલીસે આ આરોપીઓ પોલીસથી બચવા માટે મુંબઈ જવાની તૈયારી કરતાં હતાં, તે દરમિયાન જ ઝડપી લીધાં હતાં. તમામ 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધાં છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

ગાંધીનગરઃ હત્યા કેસના 6 આરોપીઓ મુંબઈ ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપી લીધાં, એક ફરાર

author img

By

Published : Nov 27, 2020, 10:37 PM IST

  • આરોપીઓ પોલીસથી બચવા માટે મુંબઈ જવાની તૈયારી કરતાં હતાં
  • અપના અડ્ડા પાસે રાંદેસણ ગામના યુવકનું મર્ડર કરવામાં આવ્યું હતું
  • 6 આરોપીઓને પોલીસે ઝડપી લીધાં, 1 ફરાર

ગાંધીનગરઃ ન્યૂ ગાંધીનગરમાં કુડાસણમાં અપના અડ્ડા પાસે રાંદેસણના યુવકની હત્યાના કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી જયરાજસિંહ સોલંકી હજુ નાસતો ફરે છે. બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યે બનેલી ઘટનામાં રાંદેસણના કેતનસિંહ ગોહિલનું મોત થયું હતું. નવા વર્ષે તહેવારોના સમયમાં જ ગાંધીનગરમાં શહેરમાં હત્યાં થતા રેન્જ આઈજી અભય ચુડાસમા અને એસપી મયૂર ચાવડાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસના કામે લગાવી હતી. ઈન્ફોસિટી પોલીસ, એલસીબી સહિતની ટીમો આરોપીએને ઝડપી લેવા સક્રિય હતી ત્યારે તેઓ રીંગ રોડ થઈ મુંબઈ તરફ ભાગવાના હોવાની બાતમી મળી હતી.

આરોપીઓ પોલીસથી બચવા માટે મુંબઈ જવાની તૈયારી કરતાં હતાં
  • તમામ આરોપીના કોરોના ટેસ્ટ કરાયાં બાદ ધરપકડ

જેના આધારે પોલીસે શુક્રવારે વૈષ્ણોદેવી સર્કલથી એપોલો સર્કલ વચ્ચેથી 5 આરોપી ઝડપાયા હતા. થોડા સમય પછી આવેલા અન્ય એક આરોપીને પણ પોલીસે પછીથી પકડ્યો હતો. આરોપીઓ એકસ્થળે ભેગા થઈને મુંબઈ ભાગી જવાની ફીરાકમાં હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. પોલીસે પ્રથમ પકડેલા પાંચેય આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તમામની ધરપકડ કરી હતી, જ્યારે પછી પકડાયેલા આરોપીના ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જોકે હુમલામાં સામેલ એક આરોપી હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કુડાસણ ખાતે મૃતક કેતનસિંહ, ફરિયાદી દીપકસિંહ, હુમલામાં ઘાયલ અભિમન્યુ ઉર્ફે રીષી, તીર્થ ઠક્કર સહિતના લોકો બેઠા હતાં. તે સમયે આરોપીઓ ત્રણ યુવતીઓ સાથે પાસે બેઠાં હતાં. સવારે પાંચ વાગ્યે આરોપીઓનું ગ્રુપ નીકળ્યું ત્યારે અભિમન્યુ અને તીર્થ ઠક્કર ગાડી લઈને યુવતીઓની પાછળ ગયાં હતાં. આરોપીઓએ વૈષ્ણોદેવીથી ગાંધીનગર સુધી બંનેનો પીછો કરી ઘટનાને અંજામ આપ્યો હતો.

ઝડપાયેલા છ આરોપીઓ

શક્તિસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા, રહે- મકાન નં-15 શરણમ વિણા બંગલોઝ, સાણંંદ
શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણ, રહે- મકાન નં-56 આલોક બંગલોઝ, સાણંદ
ચેતનસિંહ હિંમતસિંહ વાઘેલા, વાઘેલા ફળીયુ, રજોડા ગામ, બાવળા
હાર્દિક બીજલભાઈ પરમાર, રહે- મકાન નં- એફ-303, શ્રીનંદનગર વિભાગ-4, વેજલપુર
પ્રણવ ભૂપેન્દ્રભાઈ ગીલકર, રહે- મકાન નં-8, શ્રીનંદનગર, વિભાગ-2, વેજપપુર
યશપાલસિંહ કિરીટસિંહ વાળા, રહે- જી-24, પાર્વતીકુંજ, નવા વેજલપુર

મૃતકના મિત્રોનો પીછો કરીને ગાંધીનગર પહોંચેલા આરોપીઓમાં શક્તિ ડોડીયાએ છરો, યશપાલે બેટ, શક્તિ ચૌહાણ અને ચેતનસિંહ ધોકા વડે અભિમન્યુ ઉર્ફે રીષી પર તૂટી પડ્યાં હતાં. જેને પગલે મૃતક કેતનસિંહ સહિતના લોકો વચ્ચે પડ્યાં હતાં. જેમાં તે હાથમાં આવી જતાં શક્તિએ છરાના ઘા માર્યાં હતાં જ્યારે બીજા આરોપીઓએ લાતો-ફેંટો મારી હતી. જે બાદ તમામ આરોપીઓ ગાડીઓ લઈને ભાગી ગયાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.