ETV Bharat / city

સરકારની આરોગ્યકર્મીઓની ચીમકી બાદ ગાંધીનગર પોલીસે આરોગ્યકર્મીઓની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો - Gandhinagar

ગુજરાત રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે વધારાને લઇને છેલ્લા દસ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકારની કડક ચીમકી હોવા છતાં પણ કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખતા ગાંધીનગર પોલીસે ગાંધીનગરના પંચાયત આરોગ્ય કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.

ગાંધીનગર
ગાંધીનગર
author img

By

Published : Jan 21, 2021, 6:10 PM IST

  • પંચાયત આરોગ્યકર્મીઓની હડતાળ મુદ્દે સરકાર એક્શનમાં
  • સરકારની સૂચના બાદ પોલીસ એક્શનમાં આવી
  • ગાંધીનગર જિલ્લા આરોગ્યકર્મીઓની વિરુદ્ધ કેસ દાખલ કરાયા
  • 2 આગેવાનોની કરાઈ ધરપકડ
    ગાંધીનગર પોલીસે આરોગ્યકર્મીઓની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો

ગાંધીનગર: કોરોનાની વૈશ્વિક મહામારી અને ભારત દેશમાં ચાલી રહેલા કોરોનાના રસીકરણ કાર્યક્રમ દરમિયાન જ ગુજરાત રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે વધારાને લઇને છેલ્લા દસ દિવસથી હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ કડક શબ્દોમાં ચીમકી આપી હતી કે તમામ કર્મચારીઓ હડતાળ પૂર્ણ કરીને પોતાની ફરજમાં જોડાઈ નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ છતાં પણ કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખતા આજે ગાંધીનગર પોલીસ દ્વારા ગાંધીનગરના પંચાયત આરોગ્ય કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

સેકટર-21 પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

ગ્રેડ પેના વધારાની માગ સાથે છેલ્લા દસ દિવસથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. કામગીરીમાં તેઓ ભાગ લઈ રહ્યા નથી, ત્યારે આરોગ્ય વિભાગે તમામ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને કડકમાં કડક સૂચના આપી હતી. આજે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓના આગેવાનો વિરુદ્ધ એપેડેમીક એક્ટ-1987 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1800 ગ્રેડ પેને વધારી 2800 કરવાની માગ

પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓએ રાજ્ય સરકારમાં આવેદનપત્ર આપીને 1800ના ગ્રેડ પે વધારીને 2800 કરવાની માગ કરી છે, ત્યારે રાજ્ય સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે તેવી ચીમકી પણ આરોગ્યના કર્મચારીઓએ આપી છે. આજથી જ તમામ જિલ્લાઓમાં આરોગ્ય કર્મચારીઓના આગેવાનો વિરુદ્ધ પોલીસ તંત્રએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

33,000 જેટલા કર્મીઓ છે હડતાલ પર

સમગ્ર રાજ્યમાં પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં હડતાળથી સરકારનો વિરોધ કરીને વધારાના ગ્રેડ પેની માગ કરી રહ્યા છે. આમ રાજ્યમાં કુલ 33000 જેટલા કર્મચારીઓ હડતાળ પર છે, અને રસીકરણની કામગીરીનો પણ વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે ત્રણ દિવસ બાદ કડક વલણ દાખવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.