ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ઓક્ટોબર માસમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય 23 શક્યતા છે. ત્યારે અનેક લોકો ગાંધીનગરમાં આવીને આંદોલનો કરી રહ્યા છે. આજે છેલ્લા કેટલાય દિવસથી ગણતરીની સંખ્યામાં આવનારા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે એકઠા ( Gandhinagar Health Workers Protest ) થયા હતાં. રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના ( Health Ministry of Gujarat ) કર્મચારીઓની માંગ સંતોષે તે માટેનો આંદોલન પણ થઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું હોય છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મચારીઓએ ગુજરાત સરકારના આરોગ્ય ખાતા વિરુદ્ધ બાંયો ચડાવી છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 39મો દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાય દિવસથી હડતાળ ઉપર છે અને આજે ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓની હડતાળ ( Gandhinagar Health Workers Protest ) નો 39મો દિવસ હતો. ત્યારે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ એક અઠવાડિયા પહેલા રાજ્ય સરકાર સાથે બેઠક યોજાઇ હતી. જેમાં માંગ ( Demands of Health Workers ) સંતોષાઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે સરકારે માગ સ્વીકારી ન હોવાના કારણે આંદોલન યથાવત રહેશે તેવી પણ જાહેરાત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આમ વારંવાર સરકાર સાથેની વાતો બાદ આંદોલન સમેટવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકારનું આરોગ્ય ખાતું (Health Ministry of Gujarat) માંગ પૂરી ન કરતાં ફરીથી આરોગ્ય કર્મચારીઓ આંદોલનનો રસ્તો અપનાવે છે.
આરોગ્ય કર્મચારીઓની માગણીઓ આરોગ્ય કર્મચારીઓ જે મુખ્ય માગણીઓને લઇને વારંવાર રજૂઆત કરી રહ્યાં છે તેમાં એક છે આરોગ્ય કર્મચારીઓનો ગ્રેડ પે 1900થી વધારી 2800 કરવામાં આવે. બીજા નંબરે કોરોનાકાળમાં જે કર્મચારીઓએ કામ કર્યું છે તે માટે અલગથી ભથ્થું આપવામાં આવે તેવી માગ છે અને ત્રીજા નંબરે કર્મચારીઓને ફેરણી ભથ્થું આપવામાં આવે તેની માગ ( Demands of Health Workers ) છે.
અનેક વખત સરકાર સાથે બેઠકો રાજ્યના આરોગ્ય કર્મચારીઓના આગેવાનોએ અનેક વખત સરકાર સાથે બેઠક અને મંત્રણા પણ કરી છે પરંતુ હજી સુધી કોઈ તેનો નિષ્કર્ષ આવ્યો નથી. ઉલ્લેખનીએ છે કે અગાઉ પણ ત્રણ વખત આંદોલન ( Gandhinagar Health Workers Protest ) કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સરકાર માંગણીઓ સ્વીકાર કરશે તેને ધ્યાનમાં લઈને આંદોલન સમિતિ લેવામાં આવ્યું હતું. જ્યારે આજે પણ આગેવાનોએ રાજ્ય સરકારમાં જઈને પોલીસની હાજરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) પ્રવાસમાં હોવાના કારણે તેઓ મળ્યા ન હતાં. જેના કારણે મુખ્યપ્રધાન કાર્યાલયમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે આંદોલન કર્મચારીઓની કોઈપણ માગ ( Demands of Health Workers ) રાજ્ય સરકાર નહીં સ્વીકારે તેવી માહિતી પણ સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે.