ETV Bharat / city

International Bullion Exchange : માત્ર ટ્રેડિંગ જ નહીં પણ ટનની ક્ષમતામાં પણ સ્ટોર કરી શકાશે સોનું-ચાંદી - undefined

ગાંધીનગરના ગિફટ સીટીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન (Indian international Bullion Exchange) એક્સચેન્જનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈએ લોકાર્પણ (PM Modi at Gandhinagar) કરશે. આ એક્સચેન્જમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએથી સોના ચાંદીના ટ્રેડ થશે. શું છે વિશેષતા આ એક્સચેન્જની જોઈએ એક અહેવાલ

ગિફ્ટ સિટી: માત્ર ટ્રેડિંગ જ નહીં પણ ટનની ક્ષમતામાં સ્ટોર કરી શકાશે સોનું-ચાંદી

author img

By

Published : Jul 27, 2022, 5:31 PM IST

Updated : Jul 27, 2022, 6:49 PM IST

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જુલાઈ, 2022ના રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત (Indian international Bullion Exchange) લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકાર્પણ કરશે. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો (PM Modi at Gandhinagar) પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2017માં કલ્પના કરી હતી કે, આગામી 10 વર્ષમાં ગિફ્ટ સિટી (GIFT City Gandhinagar) વિશ્વના સૌથી મોટા વ્યાપારિક સાધનો જેવા કે કોમોડિટીઝ, કરન્સી, ઈક્વિટી, વ્યાજ દર હોય કે અન્ય કોઈપણ નાણાકીય સાધન હોય, તે પૈકી ઓછામાં ઓછા કેટલાક નાણાંકીય સાધન માટે ભાવ નિર્ધારક બનવું જોઈએ.

આ પણ વાંચો: લઠ્ઠાકાંડ બાદ અજીબ ઘટના, દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલમાંથી ફરાર

સોનાના સંગ્રહ માટે સુવિધા: આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં બુલિયન ઇકોસિસ્ટમ વિકસાવવા માટેના કરાયેલા સુધારામાં સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવું, સ્થાનિક જ્વેલર્સ દ્વારા કરાતી આયાત, IFSC ખાતે સોનાના સંગ્રહ માટે વૉલ્ટિંગ સુવિધાઓ, સોનાનું નાણાકીયકરણ કરવું વગેરે મુખ્ય સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવે છે.

સોનાની સીધી આયાત કરવા મંજૂરી: વર્ષ 1990 બાદ થયેલા સુધારા અંતર્ગત નામાંકિત બેંકો અને એજન્સીઓ સહિત IFSCA દ્વારા સૂચિત કરાયેલા માપદંડો મુજબ લાયકાત ધરાવતા જ્વેલર્સને IIBX દ્વારા સોનાની સીધી આયાત કરવા માટે મંજૂરી આપવામાં આવે છે. આમ, જ્વેલર્સની સીધી ભાગીદારીની પરવાનગી આ સુધારાનું મહત્વનું પાસું છે.

ટ્રેડિંગ હબ તરીકે સેવા આપશે: ગિફ્ટ સીટી-IFSC ખાતે સોના માટે આશરે 125 ટન અને ચાંદી માટે 1,000 ટન સુધીની સંગ્રહ ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત SEZમાં કોઈપણ એકમ કે જેને IIBX પર ટ્રેડિંગ માટે બુલિયન સ્પોટ ડિલિવરી કોન્ટ્રાક્ટ અને BDR ઇસ્યુ કરવા માટે બુલિયન સ્ટોર કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેને IFSCમાં એક એકમ તરીકે માન્ય રાખવામાં આવશે. ભારતના તમામ ચાવીરૂપ બુલિયન કેન્દ્રો પરની સંગ્રહ સુવિધાઓ સમગ્ર દેશમાં જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો માટે બુલિયન પૂરું પાડવા માટે ગિફ્ટ-IFSC ખાતે IIBX ટ્રેડિંગ હબ તરીકે સેવા આપશે.

આ પણ વાંચો: બજરંગ દળના કાર્યકરોએ 6 યુવકોને ગબ્બર સ્ટાઈલમાં માર્યો માર અને...

કેવી રીતે થઈ સ્થાપના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત અને બજેટની જાહેરાત હેઠળના આદેશથી ચોથી ડિસેમ્બર 2020ના રોજ IFSCA (બુલિયન એક્સચેન્જ) રેગ્યુલેશન્સ, 2020 અંતર્ગત નિયમો ઘડવામાં આવ્યાં, જે બુલિયન એક્સચેન્જ અને પાંચ અગ્રણી ઇન્ડિયન માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ (MIIs)ના સંઘ દ્વારા બુલિયન ક્લિયરિંગ કોર્પોરેશનના સમાવેશ માટેનો માર્ગ મોકળો કરે છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX), ગિફ્ટ-IFSC ખાતે પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને વિશ્વમાં આ પ્રકારનું માત્ર ત્રીજું એક્સચેન્જ છે.

કોણ કરશે નિયંત્રણ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL), ઈન્ડિયા INX ઈન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC) લિમિટેડ (INDIA INX), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (MCX), નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (NSE)ના કન્સોર્ટિયમ દ્વારા સેટઅપ કરવામાં આવ્યું છે. આ એક્સચેન્જ IFSCAની દેખરેખ હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: મિથેનોલ પીવાથી શા માટે થાય છે મોત, ઈથેનોલ પણ છે તેનો જ ભાઈ

સંગ્રહ માટે વૉલ્ટિંગ સુવિધા: આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં બુલિયન ઇકોસિસ્ટમ વિકસાવવા માટેના કરાયેલા સુધારામાં સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવું, સ્થાનિક જ્વેલર્સ દ્વારા કરાતી આયાત, IFSC ખાતે સોનાના સંગ્રહ માટે વૉલ્ટિંગ સુવિધાઓ, સોનાનું નાણાકીયકરણ કરવું વગેરે મુખ્ય સુધારા છે. જેની સેવા ડાયરેક્ટ વેપારીઓને મળી રહેશે.

અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર: આ એક્સચેન્જ બુલિયન ટ્રેડીંગને સંગઠિત બજાર તરીકે પરિવર્તન કરવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બુલિયન ડિપોઝિટરી રિસિપ્ટ્સ(BDRs)ના ઓર્ડર મેચિંગ, ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ માટે ટેક્નોલોજી આધારિત મિકેનિઝમ્સ પ્રદાન કરશે. જે ભૌતિક બુલિયન દ્વારા સમર્થિત સુરક્ષા છે. વિવિધ વેપારીઓ-રોકાણકારો સહિતના સહભાગીઓને ટ્રેડિંગ એવન્યુ પ્રદાન કરવા ઉપરાંત, IIBX કિંમતની સંશોધન, ડિસ્ક્લોઝર્સમાં પારદર્શિતા, ગેરંટીકૃત કેન્દ્રિય ક્લિયરિંગ અને ગુણવત્તાની ખાતરીના ફાયદા પણ પ્રદાન કરશે.

Last Updated : Jul 27, 2022, 6:49 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.