ETV Bharat / city

ગાંધીનગર ખાતે બન્યું દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન, જુઓ શું છે ખાસ વિશેષતા... - આકર્ષક LED લાઇટ

સરકાર દ્વારા દેશના અનેક રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે દેશનું પ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન ( First Smart Railway Station Of India ) બનાવવામાં આવ્યું છે. જેનું આગામી 16 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ સ્માર્ટ રેલવે સ્ટેશનની શું ખાસિયત છે, જુઓ ETV Bharatના અહેવાલમાં...

ગાંધીનગર ખાતે બન્યું દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન

author img

By

Published : Jul 14, 2021, 9:28 PM IST

  • દેશની પ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન ગુજરાતમાં
  • ગાંધીનગર કેપિટલ રેલવેસ્ટેશન દેશનું સ્માર્ટ રેલવે સ્ટેશન જાહેર
  • વડાપ્રધાન મોદી કરશે 16 જુલાઈના રોજ ઉદ્ઘાટન

ગાંધીનગર : દેશના તમામ રેલવે સ્ટેશનનું અત્યારે રિડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ કરીને દેશનું પ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન ( First Smart Railway Station Of India )તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ( Capital Railway Station )નું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) 16 જુલાઈના રોજ સાંજે 4 કલાકની આસપાસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરશે.

ગાંધીનગર ખાતે બન્યું દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન

સમગ્ર ગુજરાત એક છત નીચે

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ખૂબ જ મહત્વ છે, ત્યારે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન કે જે દેશનું સૌપ્રથમ સ્માર્ટ રેલવે સ્ટેશન તરીકે પ્રસ્થાપિત થયું છે. રેલવે સ્ટેશનની એક જ છત નીચે સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારો અને ગુજરાતમાં ફરવા લાયક તમામ જગ્યાઓનો ઉલ્લેખ વોલ પેઇન્ટ દ્વારા રેલવે સ્ટેશનની અંદર પ્રવેશ દ્વાર પાસે કરવામાં આવ્યો છે. જેમાં, અમદાવાદની સીદી સૈયદની જાળી, એશિયાટિક લાયન્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું રણ સહિત ગુજરાતના તમામ ફરવાના સ્થળોનો ઉલ્લેખ રેલવે સ્ટેશનની દિવાલો ઉપર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દેશના 1.60 લાખ પોલીસના ઉચ્ચ અધિકારીઓને NFSU વર્ચ્યુલ ટ્રેનિંગ આપશે, ટ્રેનિંગ સેન્ટરનું અમિત શાહ કરશે ઉદ્ઘાટન

LED લાઈટની થીમમાં ફેરફાર કરાશે

રેલવે અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગાંધીનગર રેલવે સ્ટેશન અને હોટેલ પર ખાસ આકર્ષક LED લાઇટ મૂકવામાં આવી છે, જેમાં રોજ LED લાઇટમાં જૂદી જૂદી રીતે ફેરફાર કરવામાં આવશે. આમ ગુજરાતને લગતા અલગ-અલગ વિષયો અને સ્થળોને લઈને LED લાઇટની થિમમાં ફેરફાર કરવામાં આવશે.

પ્લેટફોર્મ 300 માંથી 650 મીટરનું કરાયું

સ્માર્ટ રેલવે સ્ટેશનની પોલિસી અંતર્ગત પહેલા ગાંધીનગર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ 300 મીટરનું હતું, જે હવે નવા રેલવે સ્ટેશનના નિર્માણથી પ્લેટફોર્મ નંબર 1 650 મીટરનું બનાવવામાં આવ્યું છે, આમ પ્લેટફોર્મની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

પ્લેટફોર્મમાં 120 કિલો સ્ટીલનો ઉપયોગ કરી રૂફ બનાવાયું

પ્લેટફોર્મ પર તાપનો આવે તે માટે 120 કિલો સ્ટીલનો ઉપયોગ કરીને ખાસ રૂફ તૈયાર કરવામાં આવ્યું છે, જે રૂફમાં એક પણ નટ બોલ નજર ન આવે તેવી કામગીરી કરવામાં આવી છે. ભવિષ્યમાં ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન લોકોનું ડેસ્ટિનેશન બને તે બાબતનું પણ આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશનમાં રિટેલ બિઝનેસ એન્ટરટેનમેન્ટની પણ સુવિધાઓ કરવામાં આવશે.

દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન
દેશનું પહેલું સ્માર્ટ રેલવે સ્ટેશન

આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીને દાંતા સાથે સાંકળતા ફોર લેન રોડનું નાયબ મુખ્ય પ્રધાને કર્યું ઉદ્ઘાટન

અન્ય સુવિધાઓ અને વિશેષતાઓ

ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 ટ્રિલિયન સબ-વે બનાવવામાં આવ્યા છે, જે પ્લેટફોર્મ સાથે કનેક્ટેડ છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટેનો વેઈટિંગ રૂમ સેન્ટ્રલ એસી, મલ્ટીપર્પજ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થનાખંડ તથા પ્રાથમિક સારવારનો રુમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે ઓડિયો-વીડિયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભાગીદારી

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત ભાગીદારીથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સરકારના 74 ટકા અને કેન્દ્ર રેલવે મંત્રાલયના 24 ટકાની ભાગીદારીથી આ કેપિટલ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિકાસ અને આધુનિકીકરણ સાથે આ રેલવે સ્ટેશન પાસે જ 5 સ્ટાર હોટેલ પણ તૈયાર કરવામાં આવી છે. જ્યારે આવનારા દિવસોમાં દેશમાં કુલ 125 જેટલા રેલવે સ્ટેશન ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન જેવા તૈયાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.