ETV Bharat / city

31 ડિસેમ્બરને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ એલર્ટ, 4 લોકો ભેગા થવા પર પ્રતિબંધ - ગાંધીનગર લોકલ ન્યુઝ

દરવર્ષના અંતિમ દિવસને દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટના રૂપમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર 31 ફર્સ્ટની ઉજવણીને મંજૂરી આપવામા નથી આવી. રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને કડક સૂચના આપી છે અને જો કોઈ જગ્યાએ પાર્ટીની ઉજવણીનું આયોજન થાય તો આયોજન કરનારા સમક્ષ સખત કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.

31 ડિસેમ્બરને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ એલર્ટ

author img

By

Published : Dec 31, 2020, 7:30 PM IST

  • 31 ડિસેમ્બરને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ એલર્ટ
  • ગાંધીનગરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર પોલીસનો બંદોબસ્ત
  • 4 લોકો ભેગા થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે
  • તમામ ફાર્મ હાઉસ પર કર્યું પોલીસે ચેકીંગ

ગાંધીનગર: દરવર્ષના અંતિમ દિવસને દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટના રૂપમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. ત્યારે સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ ન વધે તે માટે સરકાર 31 ફર્સ્ટની ઉજવણીને મંજૂરી આપવામા નથી આવી. રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને કડક સૂચના આપી છે અને જો કોઈ જગ્યાએ પાર્ટીની ઉજવણીનું આયોજન થાય તો આયોજન કરનારા સમક્ષ સખત કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.

31 ડિસેમ્બરને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ એલર્ટ,

4 થી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ

આ વર્ષે રાજ્યમાં કોરોના મહામારીને કારણે સરકારે 31 ડિસેમ્બરની ઉજવણી ન થાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે જાહેરનામાંનો ભંગ કરશે તો તેની સમક્ષ ગૃહ વિભાગ દ્વારા સખત્યા કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા સૂચના આપવામાં આવી છે. જેનાં પગલે ગાંધીનગર પોલીસ દ્વારા જિલ્લામાં જો 4થી વધુ વ્યક્તિ ભેગાં થશે તો ઈરાદાપૂર્વક કોરોના સંક્રમણ ફેલાવવાનો ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા IPC કમલ 269-270 મુજબ ગુનો નોંધવામાં આવશે.

ગૃહવિભાગના આદેશઃ બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ નહિ થાય

હાલ રાજ્યમાં કોરોના કેસનું સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલિસને બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ નહિ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેથી પોલીસને પુછપરછમાં વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં જણાશે તો સીધું જ મેડીકલ ચેક અપ કરવામાં આવશે.

ફાર્મ હાઉસ પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ

તદ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મોટા પાયે ફાર્મ હાઉસ આવ્યા છે. આ ફાર્મ હાઉસમાં રાત્રી પાર્ટીનું આયોજન ન થાય તે માટે પોલીસ દ્વારા રાઉન્ડ લગાવવાની સૂચના આપી છે. ગાંધીનગરના તમામ એન્ટ્રી ગેટ સહિત એકઝીટ ગેટ પર લાગાવેલા તમામ સીસીટીવી કેમેરાના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવશે. ઉપરાંત સવારે પણ પોલીસે સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.