- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાને આરે
- માર્ચ મહિનાના અંત સુધી જાહેર થઈ શકે છે ચૂંટણી
- ચૂંટણી જાહેર થશે તો PM મોદી નહીં આવે ગાંધીનગર
ગાંધીનગર : અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. તમામ શહેરોમાં ભાજપની સત્તા આવી છે, ત્યારે હવે ગાંધીનગર કોર્પોરેશનમાં પણ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. રાજ્ય ચૂંટણીપંચ ગાંધીનગર કોર્પોરેશનની માર્ચ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચો - રાજ્ય ચૂંટણીપંચ ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, વોર્ડ સીમાંકનની કરી જાહેરાત
6 મેના રોજ ગાંધીનગર કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થશે
ગાંધીનગર કોર્પોરેશનમાં ચૂંટાયેલી બોડેની સમય મર્યાદા 6 મેના રોજ પૂર્ણ થઇ રહી છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાત ચૂંટણીપંચ દ્વારા 6 મે પહેલાં જ ચૂંટણી પૂર્ણ કરીને નવી બોડી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે હવે માર્ચ મહિનાના અંત સુધીમાં એટલે કે ચૂંટણીના 30 દિવસ પહેલા ચૂંટણી જાહેર કરવામાં આવશે અને ગાંધીનગર શહેરમાં આચારસંહિતા લાગુ પડી જશે.
આ પણ વાંચો - આગામી 22 જાન્યુઆરીએ ગાંધીનગર કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે
નવા સીમાંકનથી 11 વૉર્ડ અને 44 બેઠક થઈ
હમણાં થોડા દિવસ પહેલા જ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટી ગાંધીનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા સીમાંકનનું ચર્ચા અને બેઠક બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો પણ ગાંધીનગર શહેરમાં સમાવેશ થયો છે, ત્યારે હવે નવા સીમાંકન પ્રમાણે 11 વૉર્ડમા ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે, જેમાં કુલ 44 બેઠક રહેશે.
આ પણ વાંચો - ગાંધીનગર જિલ્લા પંચાયતના સીમાંકનમાં જ્ઞાતિવાર બેઠકોની ફાળવણી સાથે ફેરફાર, 2 બેઠક ઘટતા 28 થઇ
AAP પાર્ટી પર ઉતારશે ઉમેદવાર
શનિવારના રોજ આમ આદમી પાર્ટી તથા ગાંધીનગરના રાયસણ ખાતે કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી તમામ વૉર્ડમાં ઉમેદવારો ઉતારશે. આ બાબતે કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમ ગાંધીનગરમાં હવે ત્રિપાંખિયો જંગ એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
આ પણ વાંચો - ગાંધીનગર કોર્પોરેશનમાં આપ પાર્ટી તમામ વૉર્ડમાં ઉમેદવારો ઉભા રાખશે, પૂર્વ શહેર કોંગ્રેસ આપમાં જોડાયા
ચૂંટણી જાહેર થાય તે પહેલાં PM મોદી ગાંધીનગર આવે તેવી શકયતા
ગાંધીનગર ખાતે વિશ્વની પ્રથમ ફાઇવ સ્ટાર હોટલ છે, કે જે રેલવે સ્ટેશન પર બનાવવામાં આવી છે. તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, પરંતુ હજૂ સુધી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઇ જ પ્રકારની જાહેરાત કરવામાં નથી. આમ ચૂંટણીની જાહેરાત થાય, તે પહેલાં PM મોદી હોટલનું ઉદ્ઘઘાટન કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
આ પણ વાંચો - ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસસ્થાન, રાજભવન અને સરકારી મિલકતોનો કરોડોનો ટેક્સ બાકી ?