- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ
- હવે 5 ઓક્ટોબરના દિવસે થશે મતગણતરી
- 161 ઉમેદવારોના ભાવિ થયા સીલ
ગાંધીનગર: ગાંધીનગર મનપાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજે 3 ઓક્ટોબરના દિવસે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી યોજવામાં આવી હતી અને છ વાગ્યાના અંતે ગાંધીનગર કોર્પોરેશનની તમામ મતદાન મથકો ઉપર EVM મશીન સીલ કરીને તમામ ઉમેદવારોના ભાવિ પણ સીલ કરવામાં આવ્યા હતા. હવે પાંચ ઓક્ટોબરના દિવસે મતદાન ગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે સત્તાવાર રીતે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોણ સત્તા પર બેસશે તે જાહેર થશે.
આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી દરમિયાન કોરોના ફેલાય નહીં તે માટે મતદારો માટે ખાસ વ્યવસ્થા
કોના શિરે મનપાનો તાજ રહેશે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જો ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષ 2011 માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પક્ષમાં આવ્યું હતું અને ત્યારબાદ વર્ષ 2016માં યોજાયેલી બીજી વખત કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સત્તા પર આવ્યું હતું પરંતુ અંતિમ સમયે કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પટેલ અને મહેન્દ્રસિંહ રાણાએ પક્ષ બદલતા અંતે ભાજપ સત્તા પર આવ્યું હતું. તો હવે 2021 માં યોજાનારી આ ચૂંટણીની મતગણતરી દરમિયાન કોના શિરે ગાંધીનગર મનપાનો તાજ રહેશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી
વર્ષ 2011માં 59.98 અને વર્ષ 2016 માં 55 ટકાની આસપાસ હતું મતદાન
મતદાનની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૧ માં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 19.98 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2016 માં 55 ટકાની આસપાસ મતદાન કર્યું હતું. ત્યારે વર્ષ ૨૦૨૧ ના 3 ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીમાં કુલ 52 ટકાની આસપાસ મતદાન રહ્યું છે.
5 ઓક્ટોબરના દિવસે મતગણતરી
3 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે પાંચ ઓક્ટોબર મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ બપોરના 12 કલાક સુધીમાં ગાંધીનગર મનપામાં કોની સત્તા છે, કોણ વિપક્ષમાં હશે અને કોણ ત્રીજી પાર્ટી તરીકે સ્થાન મેળવશે તે જોવું રહ્યું ?