ગાંધીનગરમાં કોરોનાના નવા 25 કેસ
- શહેરમાં 8 કેસ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 17 કેસ નવા નોંધાયા
- ગાંધીનગર તાલુકામાં 6, માણસા તાલુકામાં 1, દહેગામમાં 2 તેમજ કલોલમાં 8 કેસ નોંધાયા
- શહેરી વિસ્તારમાં કુલ કોરોનાના કેસ 217, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 480 કેસ
ગાંધીનગરઃ જિલ્લામાં કોરોનાના 25 નવા કેસ સામે આવ્યા છે. જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક્સ-રે ટેકનિશિયન અને હોમગાર્ડ જવાન સહિત વધુ 8 દર્દીઓ સંક્રમિત થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વધું 17 કેસ સામે આવ્યાં છે. જેમા ગાંધીનગર તાલુકામાં 6, માણસા તાલુકામાં 1, દહેગામ તાલુકામાં 2 અને કલોલ તાલુકામાં 8 મળી 17 વ્યક્તિઓને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
નવા આવેલા કેસમાં સેકટર-6Dમાં રહેતા અને સાણંદ ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા 36 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ સેકટર-24માં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા 42 વર્ષીય યુવકને પણ કોરોના વાયરસે સંક્રમિત કર્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે ટેકનિશિયન તરીકે ફરજ બજાવતી 22 વર્ષીય યુવતી પણ કોરોનામાં સપડાઈ છે. તેમજ સેકટર-3માં રહેતા અને સરગાસણમાં ફાઈનાન્સ કંપની ધરાવતા 40 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેકટર-2Aમાં રહેતી 57 વર્ષીય મહિલા અને ઉવારસદમાં સેકટર-2Dના 59 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયાં છે.
સેકટર-2 Cમાં રહેતા 37 વર્ષીય પુરુષને પણ કોરોનાએ સકંજામાં લીધા છે. તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેકટર-3Aમાં રહેતા મેરિટાઈમ બોર્ડના સિનિયર ક્લાર્કનો કોરોના રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. બુધવારે તેમના 23 વર્ષીય દીકરાને પણ વાઇરસે સકંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે નોંધાયેલા 8 કેસમાંથી 3 કેસ સેકટર-2માં અને 2 કેસ સેકટર-3 ખાતે નોંધાયા છે. જ્યારે સેકટર-5, 6 અને 24માં એક-એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત થયા છે. સત્તાવાર યાદી મુજબ, પાટનગરમાં કોરોનાના 217 દર્દી નોંધાયેલા છે, જેમાંથી 176 સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે અને 34 દર્દી હાલ સારવાર હેઠળ છે. સારવાર દરમિયાન 7 વ્યક્તિના મૃત્યું થયા છે.
ગાંધીનગર તાલુકામાં પેથાપુર ગામમાં માત્ર ત્રણ માસનું બાળક અને 65 વર્ષીય વૃઘ્ઘ, છાલા ગામમાં 58 વર્ષીય મહિલા, ઝુંડાલ ગામમાં 53 વર્ષીય પુરૂષ, ઉવારસદ ગામમાં 51 વર્ષીય પુરૂષ અને 50 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. માણસા તાલુકાના અનોડિયા ગામમાં 45 વર્ષીય મહિલા અને દહેગામ તાલુકામાં વડવાસા ગામમાં 26 વર્ષીય યુવાન તેમજ ભાદરોડા ગામમાં 35 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
કલોલ તાલુકામાં અલુવા ગામમાં 40 વર્ષીય યુવાન, બાલવા ગામમાં 30 વર્ષીય યુવાન, છત્રાલ ગામમાં 22 વર્ષીય યુવાન અને કલોલ શહેરમાં 4 પુરૂષ અને 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે પાંચ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 480 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 110 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 329 દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ 35 વ્યક્તિઓના મૃત્યૃ થયા છે. 14730 વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જેમાં 14679 વ્યક્તિઓ હોમ કોરેન્ટાઇન, 6 વ્યક્તિઓ સરકારી ફેસીલીટી કોરેન્ટાઇન અને 45 વ્યક્તિઓ ખાનગી ફેસીલીટીમાં કોરેન્ટાઇન છે.