ગાંધીનગર: દહેગામમાં શારદા સોસાયટીમાં રહેતા 48 વર્ષના વ્યક્તિને તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેનો કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અમદાવાદ ખોડિયાર રેલવે સ્ટેશન પાસેના કન્ટેનર વિભાગમાં નોકરી કરે છે. નહેરૂ સોસાયટીમાં રહેતા વિવિધ વસ્તુઓની એજન્સી ધરાવતા 56 વર્ષના આધેડને ખાંસી અને તાવની બિમારીની સારવાર માટે અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઝીંડવાની 23 વર્ષીય યુવતી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. નર્સ યુવતી બે માસથી ગામમાં આવી નથી, જે પોઝેટીવ આવી છે. બાલમુકુન્દ કોમ્પ્લેક્ષમાં હોસ્પિટલ ધરાવતા અને અમદાવાદ રહેતા તબિબ કોરોનામાં સપડાતા હોસ્પિટલને સેનેટાઇઝ કરી છે. જોકે તબિબ છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલમાં આવ્યા નથી. આ કેસ જિલ્લામાં ગણાશે નહી.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ છ કેસ નોંધાયા છે. જેમાં સેક્ટર 3c માં રહેતો 48 વર્ષીય પુરુષ અમદાવાદ સાબરમતીમાં પોતાનું ગેરેજ ધરાવે છે. સેક્ટર 21માં રહેતો 32 વર્ષીય યુવાન જે પોતાનો બિઝનેસ ધરાવે છે તે પોઝિટિવ આવ્યો છે. સેક્ટર 4c માં રહેતી 63 વર્ષીય ગૃહિણી હૃદયની બીમારીને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈ હતી જે પોઝિટિવ આવી છે સેક્ટર 2c માં રહેતા 65 વર્ષીય વૃદ્ધ આજે નિવૃત્ત અધિકારી છે તે પોઝિટિવ આવ્યા છે. સેક્ટર 5b માં રહેતા અને સેક્ટર 16 એચડીએફસી બેંકમાં નોકરી કરતો 25 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો છે, તેની સાથે તેના ઘરે રહેતા તેના 42 વર્ષીય પિતા પોઝિટિવ આવ્યા છે.
કલોલમાં મહેન્દ્ર મીલ ચાલીમાં રહેતો 32 વર્ષીય યુવાન, તાવ અને ખાંસીની બિમારી હોવાનું આરોગ્ય તંત્રના સર્વેમાં જાણવા મળતાં કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. જેના પરિવારના ત્રણને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. સોપાન-2માં રહેતા 39 વર્ષીય યુવાન તાવ અને ખાંસની બિમારીને લીધે કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છતાં સારૂ નહી થતાં ટેસ્ટ કરાવ્યો હતો, પરિવારના બે વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરાયા છે. મટવા કુવામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા છે. તાવ અને શરદીની બિમારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આંબાવાડી વાસમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને કમળાની બિમારી હતી. તાવ આવતા ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. પંચવટીની જયઅંબે સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ તાવની બિમારી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
માણસાના પુંધરા ગામના 40 વર્ષીય યુવાનને છેલ્લા દસ દિવસથી તાવ આવતો હતો. ખાનગી તબિબ પાસે દવા લેવા છતાં સારૂ નહી થતાં કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટવ આવ્યો છે. યુવાનના ઘરની નજીકમાં પંદર દિવસ અગાઉ હરીયાણાથી સગા આવ્યા છે. ગાંધીનગરના કુડાસણમાં રહેતા 42 વર્ષના પુરુષ જે પીડીપીયુ પાસે પોતાની ઓફિસ ધરાવે છે. જે બે વખત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ આવ્યા હતા તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે. સરગાસણમાં રહેતી 68 વર્ષીય મહિલા જે અનલોક બાદ મંદિરે દર્શન કરવા ગયા હતા તે પોઝિટિવ આવ્યા છે.
ગાંધીનગર: HDFC બેંકના કર્મચારી સહિત 6 કોરોના પોઝિટિવ, ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસ નોંધાયા - Corona Breaking News
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આંકડા સતત વધી રહ્યા છે. આજે એક જ દિવસમાં 17 નવા કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર શહેરમાં 6 અને કલોલ, દહેગામ, માણસા અને ગાંધીનગર તાલુકામાં 11 કેસ નોંધાયા છે.