ગાંધીનગર: કોવિડ-19ની મહામારીના કારણે સમગ્ર દેશ અને રાજ્યના લોકડાઉન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે ગુજરાત રાજ્યની રૂપાણી સરકારે પણ લોકડાઉન 31 મે સુધી આપ્યું હતું, પરંતુ આજે કેન્દ્ર સરકારની અનલોક ગાઈડલાઇન્સનું પણ પાલન કરીને હવે ગુજરાત માટે 31 મે લોકડાઉનનો છેલ્લો દિવસ છે. જ્યારે 1 જૂનથી સંપૂર્ણ રાજ્ય પહેલાની જેમ પણ નવી શરતોથી કાર્યરત થઈ જશે.
કેન્દ્ર સરકારે ગાઇડ લાઇન્સ બહાર પાડ્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ખાસ કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં 1 જૂનથી ગુજરાતમાં કયા સેક્ટર્સ ખોલવા અને કેવી રીતે છૂટછાટ આપવી તે તમામ ઉપર ચર્ચા કર્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં અનલોક પોલિસી બાબતની જાહેરાત કરી હતી.
- ગુજરાત સરકારની અનલૉક – 1ને લઈને ગાઈડલાઈન
- કોરોના સાથે કામ કરવું પડશે
- રાત્રે 9થી સવારે 5 સુધી કર્ફ્યુ રહેશે
- હવે દુકાનો સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
- તમામ મોટા બજારો શરૂ ઓડ-ઈવન પદ્ધતિ બંધ કરાઈ
- ગુજરાતમાં ST બસ સેવા શરૂ થશે
- 60 ટકા પેસેન્જર સાથે ST બસ સેવા શરૂ થશે
- ટુ વ્હિલર પર હવે પરિવારના બે લોકો બેસી શકશે
- 50 ટકા પેસેન્જર સાથે સિટી બસ સેવા શરૂ થશે
- અમદાવાદમાં AMTSની બસ શરૂ થશે
- સોમવારથી સરકારી કચેરીઓ ખુલશે
- રાજ્યમાં બેંકોની સેવા પણ શરૂ
- 8 જૂનથી મંદિર, મૉલ, રેસ્ટોરન્ટ ખુલશે
- કન્ટેઈન્મેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવા ચાલુ
- સોમવારથી નવી ગાઈડલાઈનનું પાલન
- માસ્ક ન પહેરનારને રૂ.200નો દંડ થશે
- સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા હજુ શિક્ષણ બાબતે એટલે કે શાળાઓ ક્યારે શરુ કરવી તે અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં શાળાઓ શરૂ થશે નહીં. જુલાઈ મહિનામાં આ બાબતે નિર્ણય લેવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર હવે કન્ટેન્ટ ઝોનની યાદી ફરી જાહેર કરશે. આ સાથે જ રાજ્ય સરકારે જે પણ છૂટછાટ આપી છે, તે બાબતે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હવે કોરોના સાથે જ કામ કરવાનું છે, જેથી વારંવાર સેનિટાઝર વાપરવું, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે.