ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાનને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના ભાજપના પ્રભારી બનાવાયા છે. હાલ ભાજપે 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિયુક્તિ કરી છે. તાજેતરમાં વિજય રુપાણી અંબાજી માતાએ દર્શન કરવા ગયા હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું મને પાર્ટી જે કહેશે તે કામ હું કરીશ અને જે જવાબદારી સોંપશે તે સંભાળીશ.
રુપાણીને નવી જવાબદારી આ ઉપરાંત બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, જ્યારે હરીશ દ્વિવેદદીને સહપ્રભારી બનાવ્યા છે. ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી બનાવ્યા છે. નિતિન નવીન સહ પ્રભારી બનાવ્યા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્ય પ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્મા અને પશ્ચિમ બંગાળના મંગલ પાંડે પ્રભારી બનાવ્યા છે. તો વળી સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.
પંજાબમાં કરશે રુપાણી વાપસી નોંધનીય છે કે પંજાબમાં ગત વર્ષે જ ચૂંટણી યોજાઈ હતી, અને ત્યાં કોંગ્રેસની સરકારને ઘરભેગી કરીને આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ છે. હવે ચાર વર્ષ પછી ત્યાં ચૂંટણી આવશે. ત્યાં સુધી પંજાબમાં પ્રભારી તરીકેને જવાબદારી સંભાળીને વિજય રૂપાણીએ માહોલને ભાજપ તરફી કરવા તેમજ પંજાબમાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના શાસન અંગે ટીકાટિપ્પણી કરવાની રહેશે. પંજાબની પ્રજાને ભાજપ તરફી કરવા માટે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની યોજનાનો પ્રચાર કરવાની ખૂબ મોટી જવાબદારી સોંપાઈ છે.
મુખ્યપ્રધાન પદ માંથી આપ્યુ રાજીનામું અત્રે ઉલ્લેખનીય છે કે 11 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણી અને તેમના પ્રધાનમંડળે રાજીનામું આપી દીધું હતું. તેમણે તેમના મુખ્યપ્રધાનના બીજા કાર્યકાળમાં પાંચ વર્ષ અને 36 દિવસ શાસન કર્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે માત્ર 15 મહિના બાકી હતા અને હાઈકમાન્ડના આદેશને માન આપીને તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી ગુજરાતમાં પાટીદાર સીએમ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આખી નવી સરકાર રચાઈ હતી.