- પૂર્વ બરોડા રેન્જ આઈજી હરે ક્રિષ્ના પટેલ ભાજપમાં જોડાશે
- વર્ષ 2021ના જૂન મહિનામાં થયા છે રિટાયર્ડ
- નવેમ્બર માસમાં અંતિમ દિવસોમાં સત્તાવર ભાજપમાં થશે એન્ટ્રી
ગાંધીનગર : ભાજપ પક્ષમાં (BJP party)અનેક લોકો ચૂંટણી સમયે જોડાઈ રહ્યા છે. જ્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાત કેડરના IPS અધિકારી જે.એ. બરંડાએ (J.A. Baranda) પણ સ્વૈચ્છિક રાજીનામુ આપીને ભાજપમાં સત્તાવાર જોડાયા હતા. ત્યારે હવે વસરશ 2022 ની વિધાનસભા ની ચૂંટણીને (2022 Assembly elections)ગણતરીના મહીનાઓની વાર છે. ત્યારે રાજ્યમાં ફરી એકપોલીસ ના ઉચ્ચ અધિકારી એવા બરોડાના પૂર્વ રેજ આઈજી હરે ક્રિષ્ના પટેલ નવેમ્બર માસના અંત સુધીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. જો વિધાનસભા 2022 ની ચૂંટણીમાં (2022 Assembly elections)ભાજપ પક્ષમાંથી(BJP party) ટીકીટ આપવામાં આવે તો અમરેલી બેઠક(Amreli seat) પરથી ટીકીટ અપાઈ શકે છે જ્યાં છેલ્લા 15 વર્ષથી પરેશ ધાનાણી ધારાસભ્ય(Paresh Dhanani MLA) તરીકે ચૂંટાઈ રહ્યા છે.
સૈદ્ધાંતિ રીતે આપવામાં આવી સંમતિ : પટેલ
etv ભારત સાથે ગુજરાત કેડરના પૂર્વ IPS અધિકારી હરે ક્રિષ્ના પટેલ(Hare Krishna Patel) ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવા(Join the BJP) માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે સિદ્ધાંતિક રીતે સંમતિ પણ મળી ગઈ છે અને નવેમ્બર માસના અંત સુધીમાં સત્તાવાર રીતે ભાજપ પક્ષમાં જોડાઈ જઈશ. જ્યારે ચૂંટણી લડવા બાબતે કઈ જ બોલવા તૈયાર ન હતા.
ચૂંટણી લડવા નહીં પણ મદદ રૂપ થવા જોડાઈશ ભાજપમાં
પૂર્વ IPS અધિકારી હરે ક્રિષ્ના પટેલ સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેઓ વર્ષ 2022 ની ચૂંટણી લડવા નહીં પરંતુ ભાજપ ને મદદરૂપ થવા માટે ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યા છે. જ્યારે ભાજપ પક્ષ અને સારા માણસોનો ટેકો પ્રાપ્ત થાય અને દેશનું તથા રાજ્યને વધુ વિકાસ થાય તે માટે હું ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યો છું.
તમામ પૂર્વ અધિકારીઓએ રાજકિય પક્ષમાં જોડાવું જોઈએ
હરે ક્રિષ્ના પટેલે ભાજપ પક્ષમાં જોડાવા બદલ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જે પણ અધિકારી કે કર્મચારીઓ વયનિવૃત્તિ લે ત્યાર બાદ તેઓએ રાજકીય પક્ષમાં જોડાવવું જોઇએ, હું ચૂંટણી લડવા માટે ભાજપમાં નથી જોડાઈ રહ્યા પરંતુ ભાજપમાં પક્ષને મદદ કરવા માટે જોડાઈ ગયો છું. ભાજપ સારા રાજકીય પક્ષ છે જે રાજ્યનું અને દેશનું ભલું કરી શકે તેમ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ છે તો અધિકારીઓએ સમર્થન કરવું જોઈએ. આ સારો પક્ષે રાષ્ટ્રવાદી વિચારધારા છે અને અતિ સફળ નેતૃત્વ જે સામૂહિક નેતૃત્વ છે. જેમાં કોઈ દિવસ નેતાની ઘટ નથી પડવાની અને શિસ્તબંધ પાર્ટી છે, જ્યારે અમુક લોકો ખોટા પ્રચાર કરતા હોય ત્યારે આ ખોટા પ્રચારની સાચી વાત લોકોને કહેવી જરૂરી છે.
IPS હરે ક્રિષ્ના કેરિયર પર એક નજર
DYSP તરીકે ધોળકા નડિયાદ અને સુરત ગ્રામ્ય,અમદાવાદ હેડ કવાટર્સ,સુરત હેડકવાટર્સ,DCP વેસ્ટ ઝોન સુરત ,DCP વેસ્ટર્ન ઝોન ટ્રાફિક સુરત ,DCP ઝોન 2 અમદાવાદ ,DCP ક્રાઈમ બરોડા ,SP મહેસાણા બનાસકાંઠા કચ્છ જૂનાગઢ ભાવનગર જામનગર,JOINT CP અમદાવાદ ટ્રાફિક ,JOINT CP સેકટર 1,IB એડમીન,DIG IB
અન્ય ક્યાં અધિકારીઓ જોડાયા છે રાજકીય પક્ષ સાથે
ભૂતકાળની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અનેક એવા IAS અને IPS અધિકારીઓ છે કે જેઓ વય નિવૃત્તિ બાદ ભાજપ,કોંગ્રેસ અથવા તો અન્ય પક્ષમાં જોડાયા છે. જેમાં જશપાલ સિંગ કુલદીપ શર્મા, કે.ડી પાટડીયા, એ.આઈ.સૈયદ, વી.વી. રબારી, બી.જે. ગઢવી અને પી.સી. બરંડાએ રાજકીય પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું હતું. જ્યારે વર્ષ 2017 ના ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં પણ સ્વેચ્છિક નિવૃત્તિ આપીને પીસી બરડાઈ ભિલોડા ની બેઠક પર ચૂંટણી લડયા હતા પરંતુ તેમની આ બેઠક પછી હાર થઇ હતી.
આ પણ વાંચોઃ જીતુ વાઘાણીનું રાજ્યના પ્રવક્તા તરીકે પત્રકાર પરિષદને સંબોધન
આ પણ વાંચોઃ અમદાવાદ સંચાલિત સ્લોટર હાઉસમાં રોજના 60-70 ઢોર કતલ માટે આવે છે