ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજમાં ભાજપના નેતાઓએ 500 કરોડ રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર કર્યો (Allegations of corruption in Rupani government) હોવાનો કોંગ્રેસે (Congress Arjun Modhwadia allegations on BJP) આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ વધુ એક આક્ષેપ થતા આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસને જવાબ આપ્યો હતો. કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ વિજય રૂપાણી ઉપર આ આક્ષેપ કર્યા હતા. ત્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વળતો પ્રહાર કરતા (Former CM Vijay Rupani on Congress) જણાવ્યું હતું કે, ભ્રષ્ટ કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચારનો આરોપ શોભતો નથી તેઓ કારણ વગર કોઈ આક્ષેપ ન કરે.
અર્જૂન મોઢવાડિયાએ કર્યા હતા આક્ષેપ - અર્જૂન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Congress Arjun Modhwadia allegations on BJP) પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે સુરત શહેરની પુનરાવર્તિત વિકાસ યોજનામાં કોઈ પણ કાયદા કે અધિકાર વિના ભાજપની સરકારના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કેટલાક અધિકારીઓએ મુસદ્દારૂપ યોજનામાં કાયદા મુજબના 201 રિઝર્વેશનોના 1, 66, 11, 476 ચો.મી. જમીનમાંથી 112 રિઝર્વેશન હટાવીને 90, 79, 369 ચો.મી. જમીન બિલ્ડરમાલિકોને પધરાવીને 27,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
-
Keeping the rules at bay in Surat, @BJP4Gujarat Govt. gave back ₹27,238 crore protected land to builders for urban amenities.
— Arjun Modhwadia (@arjunmodhwadia) April 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
This is clearly a scam, which should be investigated through a sitting judge of the High Court.
(1/2) pic.twitter.com/GcI4QGxFcV
">Keeping the rules at bay in Surat, @BJP4Gujarat Govt. gave back ₹27,238 crore protected land to builders for urban amenities.
— Arjun Modhwadia (@arjunmodhwadia) April 27, 2022
This is clearly a scam, which should be investigated through a sitting judge of the High Court.
(1/2) pic.twitter.com/GcI4QGxFcVKeeping the rules at bay in Surat, @BJP4Gujarat Govt. gave back ₹27,238 crore protected land to builders for urban amenities.
— Arjun Modhwadia (@arjunmodhwadia) April 27, 2022
This is clearly a scam, which should be investigated through a sitting judge of the High Court.
(1/2) pic.twitter.com/GcI4QGxFcV
ભ્રષ્ટાચારના નાણાં ક્યાં વાપર્યાઃ મોઢવાડિયા - અર્જૂન મોઢવાડિયાએ ભાજપને પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે, આ ભ્રષ્ટાચારના નાણામાંથી કેટલા નાણાં કેટલા કોના ખિસ્સામાં ગયા અને કેટલા કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વપરાયા તેની તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના અધ્યક્ષપદ હેઠળ તપાસ થવી જોઈએ. જ્યારે આ મામલે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને પ્રતિક્રિયા આપી હતી.
મીડિયાએ પણ કૉંગ્રેસના આક્ષેપને પ્રાધાન્ય ન આપ્યું - પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં (Former CM Vijay Rupani on Congress) જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સુરતમાં રિઝર્વ પ્લોટ મામલે (Reserve plot controversy in Surat) આક્ષેપો કર્યા હતા, પરંતુ તેમની વાતને કોઈએ ધ્યાન ન આપતા આપ સૌને હું ધન્યવાદ આપું છું. મીડિયાએ પણ એમની વાતને પ્રાધાન્ય ન આપ્યું એ સત્યથી વેગળી હતી. મેં આજની પ્રેસ કોન્ફરન્સ જનતામાં અને મીડિયામાં સાચી હકિકત કેવી જોઈએ એ દ્રષ્ટિથી રાખી છે. કોંગ્રેસ દિલ્હીથી મળીને અહીંયા સુધી નિરાશ બની ગઈ છે અને કોંગ્રેસ બેબાકળી બની છે હતાશ બની ગઈ છે.
કોંગ્રેસને આક્ષેપો કર્યા સિવાય કોઈ કામ નથી - વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તામાં નથી માટે ખોટા આક્ષેપ કરે છે. સુરતની જમીનો અમે બચાવી છે. મારા સંપર્કો અને મારી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસ ઢંગધડા વગરના આક્ષેપ કરે છે. કોંગ્રેસ 27,000 કરોડની જમીન જમીનદારો અને બિલ્ડરોને આપી હોવાનો આક્ષેપ કરી રહી છે, પરંતુ સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીની સ્થાપના વર્ષ 1978માં થઈ અને વર્ષ 1982માં ટીપી પ્લાન પાસ થયો હતો.
અમારી સરકારે તો ઊલટાની સુરતની જમીન બચાવી - વિજય રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમારી સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (Surat Urban Development Authority SUDA)માં કિંમતી જમીન બચાવી છે, જેમાં કોંગ્રેસ ભષ્ટ્રાચારના આક્ષેપો કરી શકે નહી. મારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાથી અકળાઈને કૉંગ્રેસ આમ કરી રહી છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીની સ્થાપના વર્ષ 1978માં કરવામાં આવી હતી. જ્યાં વર્ષ 1986માં પ્રથમ ટીપી બનાવી હતી અને 186 પ્લોટ રિઝર્વ (Reserve plot controversy in Surat) રાખવામાં આવ્યા હતા. પત્રકાર પરિષદમાં વિજય રૂપાણીએ 27,000 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો (Allegations of corruption in Rupani government) સામે પોતે 27,000 કરોડની જમીન SUDAની બચાવી હોવાનો દાવો કર્યો હતો.
કૉંગ્રેસનો ઉદ્દેશ મારી ઈમેજ બગાડવાનો - તેમણે ઉમેર્યું (Former CM Vijay Rupani on Congress) હતું કે, કૉંગ્રેસ ભાજપ અને મારી ઈમેજ બગાડવાની કામગીરી કરી રહી છે. મારા સમયે વર્ષ 2020માં રિવાઈઝ ટીપી કરવામાં આવી. વર્ષ 1986થી વર્ષ 2020 સુધી કોઈ વધુ કામ થયું ન હતું. અધિકારીઓના સૂચન પર ટીપી મંજૂર થઈ હતી એ પણ 2 ભાગમાં. બધા લોકો સાથે બેસી રિઝર્વેશન રદ કર્યું હતું. ત્યારબાદ અમારી પાસે ટીપી લઈને આવ્યા અને ટીપીમાં સરકારને 50 ટકા જમીન મળી હતી. અમે 27,000 કરોડ રૂપિયાની જમીન બચાવી છે. 100 ટકા જમીન જવાની હતી. તેની સામે SUDAની 50 ટકા જમીન બચાવી છે. ટીપી અમલ કરી છે. 35 હેક્ટર વધારે જમીન સરકારને મળી છે. અમે ઝડપથી નિર્ણય કરવાના કારણે સરકારને જમીન બચી છે.
પ્રજાએ કૉંગ્રેસને જાકારો આપ્યો છે - વિજય રૂપાણીએ (Former CM Vijay Rupani on Congress) જણાવ્યું હતું કે, જનતાએ જાકારો આપ્યો છે. તેના કારણે ભાજપની અને મારી ઈમેજને ઈફેક્ટ કરવા આવા પ્રયાસ થયા છે. કૉંગ્રેસના આક્ષેપ બાબતે પણ મેં મારા વકીલો સાથે ચર્ચા કરી છે. સુરતમાં જેતે સમયે મારૂં સન્માન થયું હતું. અમારી સરકારમાં ઝડપી નિર્ણય લેવાયા છે અને 50 ટકા જમીન બચવાના કારણે બંને પક્ષે વિનવિન સિચ્યુએશન થઈ હતી. મારું કોઈ અંગત હિત નહતું. તેના કારણે હું ઝડપી નિર્ણય કરી શક્યો છું. એટલું જ નહીં તેમાં મારી જમીન પણ નહતી કે, મારા ભાગીદારની પણ જમીન ન હતી.
આ પણ વાંચો- બે અલગ-અલગ રિમોર્ટ કંટ્રોલથી ગુજરાત સરકાર ચાલે છે, ભાજપ સરકારને બરખાસ્ત કરવી જોઈએ: કોંગ્રેસ
કૉંગ્રેસ મારી લોકપ્રિયતાથી ગભરાયેલી છે- રાજીનામું આપ્યા પછી પણ મારી લોકપ્રિયતામાં વધારો થયો છે ઘટાડો થયો નથી. એટલે જ કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપો કરી રહી છે. તેવું નિવેદન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Former CM Vijay Rupani on Congress) આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કૉંગ્રેસમાં પૂર્વયોજિત અને ફ્રેમવર્ક સાથે કામ ચાલે છે. કોંગ્રેસ સિવાય કોઈ હોય એવું હું માનતો નથી. ભાજપમાં કોઈ પણ કામ કરે એવું માનવા તૈયાર નથી.
વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા - જોકે, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા 500 કરોડ રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર (Allegations of corruption in Rupani government) કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ મુદ્દે વિજય રૂપાણીએ (Former CM Vijay Rupani on Congress) સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આરોપ લગાવીને બદનામ કરવાનું આ રાજકીય કાવતરૂં છે. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે. કૉંગ્રેસના નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યાં છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કૉંગ્રેસની ચાલ છે. મારા વકીલ સાથે લીગલ પ્રોસેસ માટે થઈ વાત કરી છે.