ETV Bharat / city

દેશમાં ગુજરાત એસ.ટી. નિગમ મોખરે, સતત ત્રીજા વર્ષે કેન્દ્ર સરકારે ગુજરાત એસ.ટી. નિગમને સિલ્વર સ્કોચ એવોર્ડ એનાયત કર્યો - Gujarat cabinet baithak

ગુજરાતની વિકાસના વિભિન્ન ક્ષેત્રની આગવી-ઉપલબ્ધિઓમાં વૃદ્ધી કરવાનો ક્રમ જાળવતા ગુજરાત એસ.ટી. કોર્પોરેશને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ 2019-20 અને 2020-21ના સન્માન મેળવી સતત ત્રીજા વર્ષે આ એવોર્ડની હેટ્રીક પ્રાપ્ત કરી છે. ૧૮ જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

ગુજરાત એસટી બસ નિગમ
ગુજરાત એસટી બસ નિગમ
author img

By

Published : Jan 27, 2021, 10:58 PM IST

ગુજરાત એસ.ટી. નિગમ પ્રવાસીલક્ષી સેવાઓ અને સલામત સંચાલનમાં સમગ્ર દેશમાં મોખરે

સૌથી ઓછા અકસ્માત દર અને વધુ સલામત સેવાઓ માટે સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવ્યો

ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ 2019-20 અને 2020-21નું સન્માન નવી દિલ્હીમાં અર્પણ થયું

ગાંધીનગર : ગુજરાતની વિકાસના વિભિન્ન ક્ષેત્રની આગવી-ઉપલબ્ધિઓમાં વૃદ્ધી કરવાનો ક્રમ જાળવતા ગુજરાત એસ.ટી. કોર્પોરેશને ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ 2019-20 અને 2020-21ના સન્માન મેળવી સતત ત્રીજા વર્ષે આ એવોર્ડની હેટ્રીક પ્રાપ્ત કરી છે. આ એવોર્ડ સન્માન 18 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં કેન્દ્રિય રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને રોડ-ટ્રાન્સપોર્ટપ્રધાન નીતિન ગડકરીની ઉપસ્થિતિમાં રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી.ને અર્પણ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં 7500થી વધુ ટ્રીપોનો ઉમેરો કરવામાં આવ્યો

ગ્રામ્ય વિસ્તારમાં 7500 કરતાં વધું શિડ્યુલ સંચાલન કરી સમગ્ર ભારતમાં સૌથી ઓછા અકસ્માત દર-0.06 જાળવવા બદલ કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના ઉપક્રમ એસોસિયેશન ઓફ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ગુજરાત એસ.ટી. કોર્પોરેશનને સતત ત્રીજીવાર આ ગૌરવથી સન્માનિત કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વધુમાં જણાવ્યા મુજબ ભારત સરકારના પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના ઉપક્રમ પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન (PCRA) દ્વારા ગુજરાતના 6 એસ.ટી. ડેપોને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર (KMPL) ઇમ્પ્રુવમેન્ટ બદલ પુરસ્કૃત કરવામાં આવતા ગુજરાત એસ.ટી.ની મુસાફર સેવાલક્ષી ઉપલબ્ધિઓમાં વધુ ઉમેરો થયો છે.

ક્યા ડેપોને આપવામાં આવ્યો રોકડ પુરસ્કાર ?

18 જાન્યુઆરીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત સ્ટેટ ઓફિસ, ગાંધીનગર ખાતે આયોજીત એવોર્ડ સમારોહમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના જુનાગઢ ડિવિઝનના ધોરાજી ડેપો, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ ડેપો અને ધોળકા ડેપો, અમરેલી ડિવિઝનના રાજુલા ડેપો, ગોધરા ડિવિઝનના દાહોદ ડેપો અને વલસાડ ડિવિઝનના ધરમપુર ડેપોને પારિતોષિક તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.

કોવિડ 19 મહામારી દરમિયાન શ્રેષ્ઠ કામ

એસ.ટી. નિગમને કોવિડ-19ની મહામારી દરમિયાન રાહત કાર્યોની કરેલી ઉમદા કામગીરી માટે 16જાન્યુઆરીએ પ્રતિષ્ઠિત સિલ્વર સ્કોચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એસ.ટી. દ્વારા લોકડાઉન દરમિયાન આશરે 4.17 લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને તાલુકા ગ્રામ્ય વિસ્તારના કાર્ય સ્થળોએથી મહાનગરોના રેલ્વે મથકો સુધી જવા માટે પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. એટલું જ નહિ એસ.ટી. નિગમે તબીબી સ્ટાફ, પોલીસ સ્ટાફ, હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, એન.આર.આઈ., યાત્રાળુઓ વગેરે મળીને કુલ 1.11 લાખ પ્રવાસીઓ તથા 1.71 લાખ જેટલા રત્ન કલાકારોને તેમના વતન પહોંચાડવા માટે 22,953 બસ ટ્રીપનું આયોજન કર્યુ હતું.

કેબિનેટ બેઠકમાં એવોર્ડ રજૂ કરાયા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ ટ્રાન્સપોર્ટ મિનીસ્ટર્સ રોડ સેફટી એવોર્ડ-2019-20 અને 2020-22ના સન્માન સિલ્વર સ્કોચ એવોર્ડ અને મહત્તમ કિલોમીટર પ્રતિ લીટર (KMPL) ઇમ્પ્રૂવમેન્ટ એવોર્ડ એમ એસ.ટી. નિગમને મળેલા કુલ 4 એવોર્ડ એસ.ટી. કોર્પોરેશન દ્વારા કેબિનેટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.